<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

પોરબંદરઃ ચણા ભરેલ ટ્રક સગેવગે કરવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન નામંજુર

પોરબંદર, તા.૨૧: પોરબંદર ના માધવપુર વિસ્‍તારમાં ચણા ની ખરીદી કરી આખો ટ્રક જ સગેવગે કરી નાખનાર ના ગુનામાં કોર્ટે આરોપીની અરજી રદ કરી હતી.

માધવપુર વીસ્‍તાર ના કડછ ગામે રહેતા માલદેભાઈ ભોજાભાઈ કડછા ઘ્‍વારા અલગ અલગ ખેડુતો પાસે થી ચણા ની ખરીદી કરેલી હતી અને દલાલ મારફતે તેનુ વેચાણ કરેલ હોય અને તે ચણા મોકલવા માટે ટ્રાન્‍સપોર્ટ મારફતે ચણા મોકલવાની વ્‍યવસ્‍થા કરેલી હોય પરંતુ ટ્રક ના ડ્રાઈવર રામ નરેશ તથા ટ્રક ના માલીક રાજકુમાર ઘ્‍વારા વેપારી સાથે સાંઠગાંઠ કરીને ટ્રક ના ખોટા નંબર લખી આખો ટ્રક ચણાનો ભરાવી લીધેલ હોય જેની અંદાજીત કિંમત ૨૮ લાખ જેવી થતી હોય અને તે આખો ટ્રક મુળ જગ્‍યા એ પહોચડાવના બદલે આખો ટ્રક જ સગેવગે કરી ટ્રક ની નંબર પ્‍લેટો બદલાવી અને છેતરપિડી વિશ્વાસઘાત કરેલા હોય અને તે સબંધે ફરીયાદી માલદેભાઈ કડછા ધ્‍વારા માધવપુર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ કરેલી હતી અને તેના આધારે ટ્રક ડ્રાઈવર અને ટ્રક માલીક ની પોલીસે ધરપકડ કરતા અને ત્‍યારબાદ તપાસમાં માસ્‍ટરમાઈન્‍ડ તરીકે યુપી ના લક્ષ્ય નીતીનકુમાર સિંધલ મુખ્‍ય તહોમતદાર હોવાનું ફલીત થતા અને તેને કોર્ટમાં રીમાન્‍ડ માટે રજુ કરેલ.

ત્‍યારબાદ ફરી પોરબંદર જેલ માં ટ્રાન્‍સફર કરતા પોરબંદર ની કોર્ટમાં જામીન અરજી કરેલી હતી પરંતુ મુળ ફરીયાદી તરફે જામીન અરજી સબંધે પણ વાંધા લેતા અને તેથી પોરબંદર ના ચીફ જયુડી મેજી રાઠોડ મેડમ ઘ્‍વારા રેકર્ડ ઉપર ના દસ્‍તાવેજો તથા રૂપીયા ૨૮ લાખ જેવુ મોટુ કોભાડ કરેલ હોય તેવુ ફલીત થતુ હોય તેવુ વ્‍યાને લઈઆરોપી ઓ ની જામીન અરજી નામંજુર કરેલી હતી. તેરીતે છેતરપિંડી કરનારા ઓ ને સરળતાથી જામીન મળી જતા નથી તેવું પુરવાર થયેલ છે.

આ કામમા ફરીયાદી વતી પોરબંદરનાં એડવોકેટ શ્રી દિપકક્‍ભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જીતેન સોનીગ્રા, જયેશ બારોટ, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારઘી અને સહાયક તરીકે નિલેશ એમ. પરમાર રોકાયેલા હતાં.

(12:52 PM IST)