<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

પોરબંદરઃ ખુન કેસમાં આરોપીને જામીન પર છોડવા કોર્ટનો હુકમ

પોરબંદર, તા.૪: અત્રે  પોરબંદરના ચકચારી ખુન કેસમાં આરોપીને ડીસ્‍ટ્રીકટ કોર્ટ જામીન પર  છોડવાનો હુકમ કર્યો હતો.

પોરબંદરમાં લોહાણા સમાજમાં અતી ચકચારી બનેલી ઘટના કે જેમાંૅ સગાઈ-લગ્ન જેવી મામુલી બાબત માં થયેલી બોલાચાલી માં જુનાગઢ થી પરસોતમ મહીનો કરવા માટે માવતરે આવેલી દીકરી નુ ખુન થયેલ હોવાની ફરીયાદ થતા લોહાણા સમાજ માં ચકચાર મચી ગયેલી હતી બનાવ ની વિગત મુજબ પોરબંદરમાં રહેતી સુહાસી જગદીશભાઈ રાયચુકા ની સગાઈ પોરબંદરમાં જ રહેતા હીત કિરીટભાઈ પોપટ સાથે થયેલી હતી. અને બને અગાઉ પ્રેમ મા પડેલા હોય અને ત્‍યારબાદ પરીવાર ની સંમતી થી સગાઈ થયેલી હતી પરંતુ કોઈ કારણોસર હીત પોપટ સુહાસી સાથે લગ્ન કરવા માંગતા ન હોય અને તે સબંધે થયેલી હીત પોપટ ના ધરે બોલાચાલી અને મામુલી ઝગડો ખુન માં પરીવતીત થઈ જતા અને જુનાગઢ રહેતી દીકરી વળદા વિશાલકુમાર નીર્મળ માવતરે આવેલી હોય અને તેને સુહાસી અને તેની માતા શીલ્‍પાબેને ધકકો મારેલ છે. અને તેના કારણે તે પડી જતા કબાટ માં ભટકાઈ જતા તેનુ મળત્‍યુ નીપજેલ હોવાની વીગતવાર ની ફરીયાદ સુહાસી તેની માતા શીલ્‍પાબેન તથા પિતા જગદીશભાઈ રાયચુરા સામે કરેલી હતી

 અગાઉ બે આરોપી ને જામીન મળી ગયેલા હોય અને સુહાસી જગદીશ રાયચુરા ની જામીન અરજી પોરબંદર ના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં દાખલ કરતા બે આરોપી ઓ ને જામીન મળી ગયેલા હોય તેથી પેરીટી ના કારણોસર જામીન આપવા સબંધેની વીગતવાર દલીલ થતા  ડીસ્‍ટ્રીકટ કોર્ટ ઘ્‍વારા શરતો ને આધીન સાહુસી જગદીશ રાયચુરા ને જામીન ઉપર મુકત કરવાના હુકમ કરેલ છે. 

આ કામમા આરોપીઓ વતી પોરબંદરનાં  એડવોકેટ શ્રી દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જીતેન સોનીગ્રા, જયેશ બારોટ, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારઘી અને સહાયક તરીકે નિલેશ એમ. પરમાર રોકાયેલા હતાં.

(1:22 PM IST)