<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

પોરબંદરઃ પરપ્રાંતિય મજૂરોને કામે રાખ્‍યાની વિગતો ૧પ દિવસમાં પોલીસ સ્‍ટેશનમાં આપવા તાકીદ

 

 (પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ  તા.૦૪, હાલના પ્રવર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાને લેતા દેશના અન્‍ય રાજયોમાંથી  જિલ્લામાં મજુરી અર્થે આવેલ પરપ્રાંતીય મજુરોની સંખ્‍યા અને તેમના વતન સંબંધિત માહિતી મેળવવી અને જાળવણી જરૂરી  છે.

  જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ  એ.ડી.મિયાત્રા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્‍વયે જિલ્લાના તમામ ખેડૂત, કંપની કોન્‍ટ્રાકટર્સ, કેટરર્સ, હોટલ-ગેસ્‍ટ હાઉસ સંચાલક/માલિક, ખાણ માલિક/લીઝ હોલ્‍ડર્સ તથા અન્‍ય ઉદ્યોગ વેપાર-ધંધા સાથે સંકળાયેલ માલિકોએ તેઓના યુનિટમાં કામ કરતા કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી રોજીંદા કે કોન્‍ટ્રાકટ પર રાખેલ પરપ્રાંતીય મજુરો (ખેત મજુર, રસોઇયા, વેઇટર, ખાણ કામદાર અને અન્‍ય મજુરો) ની હકીકત દસ્‍તાવેજી પુરાવા સાથે નીયત મુજબની વિગતોનું રજીસ્‍ટર નિભાવવા અને તેની અમલવારી કરવા તથા તે અંગેની માહિતી આ જાહેરનામાંની તારીખથી દિવસ-૧૫ માં સંબંધિત પોલીસ સ્‍ટેશનને મોકલવા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્‍યુ છે.

આ જાહેરનામાં અનુસાર નિયત કોલમ વાઇઝ રજીસ્‍ટરો પોતાને ત્‍યાં કામે રાખવામાં આવેલ તમામ પરપ્રાંતીય મજુર (ખેત મજુર, રસોઇયા, વેઇટર, ખાણ કામદાર અને અન્‍ય મજુરો) ની નોંધણી અગાઉ કરાવેલ હોય તેમ છતાં હાલની પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ ફરીથી ઉપર મુજબની માહિતી સાથે જાહેરનામું પ્રસિધ્‍ધ થયેથી દિન-૧૫ સુધીમાં કરાવવાની જવાબદારી તેમને કામે રાખનાર-ખેડુત, કંપની, કોન્‍ટ્રાકટર્સ, કેટરર્સ, હોટલ-ગેસ્‍ટ હાઉસ સંચાલક/માલિક, ખાણ માલિક/લીઝ હોલ્‍ડર્સ વિગેરેની રહેશે.

આગામી સમયમાં આવા પરપ્રાંતીય મજુરો આવ્‍યેથી તેઓને કામે રાખનાર- ખેડુત, કંપની, કોન્‍ટ્રાકટર્સ, કેટરર્સ, હોટલ-ગેસ્‍ટ હાઉસ સંચાલક/માલિક, ખાણ માલિક/લીઝ હોલ્‍ડર્સ તથા અન્‍ય ધંધા સાથે સંકળાયેલા માલિકે ઉપર દર્શાવ્‍યા મુજબની માહિતી દિન-૦૭ સુધીમાં ફરજીયાત સબંધિત પોલીસ સ્‍ટેશન ખાતે આપવાની રહેશે. તેમ યાદિમાં જણાવાયું છે.

(11:39 AM IST)