તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 5th November 2026
પોરબંદર જિલ્લા બક્ષીપંચ મોરચાની બેઠક

પોરબંદર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમતે ૨ ઠરાવો પસાર કરાયા,આ બેઠકમાં કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, બક્ષીપંચ મોરચા પોરબંદર જિલ્લા પ્રભારી વિશાલભાઈ ફાંગલિયા, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ગીગનભાઇ બોખીરીયા, સુદામા ડેરી ચેરમેન આકાશભાઈ રાજશાખા, જિલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રીશ્રીઓ વિશાલભાઈ મઢવી, તથા વનરાજભાઈ ઓડેદરા, જિલ્લાના તમામ મંડલ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક નું સંચાલન પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી નિલેશભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું હતું બેઠક દરમિયાન બક્ષીપંચ મોરચા દ્વારા સર્વાનુમતે બે મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. જેમા બક્ષીપંચ સમાજના કલ્યાણ અને સર્વાંગી વિકાસ માટે ૨૭% અનામતનો ઐતિહાસિક લાભ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં જનસેવા, સમર્પણ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની અવિરત યાત્રાના સફળતાપૂર્વક ૨૫ વર્ષ પૂર્ણ થવા બદલ તેમને બિરદાવતો ઠરાવ પસાર કરાયો હતો. (તસ્વીરઃ પરેશ પારેખ- પોરબંદર)
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
