હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરઃ વધતા જતા તાપમાન અંગે વડાપ્રધાને સાવચેત રહેવા કરેલી અપીલને અનુસરો
નરેન્દ્ર મોદીએ માનવીઓથી માંડીને પશુ-પક્ષીઓ માટે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા કરી હતી અપીલઃ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યો આવકાર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૦ :.. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં વધતા જતા તાપમાન અને કાળજાળ ગરમી વચ્ચે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી હતી અને મૂંગા જીવો માટે તથા લોકો માટે પાણીની વ્યવસ્થા કરવા અપીલ કરી હતી ત્યારે તેને પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા આવકાર આપવામાં આવ્યો છે.
દેશભરમાં દિવસેને દિવસે વધી રહેલા તાપમાન અને કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાગરિકોને સાવચેત રહેવા તથા માનવીઓ સાથે મૂંગા પશુ-પક્ષીઓ માટે પણ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા કરાયેલી અપીલને પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવકાર આપવામાં આવ્યો છે.ટ્રસ્ટના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે હાલની પરિસ્થિતિમાં માત્ર પોતાના સ્વાસ્થ્યનું જ નહી પરંતુ સમાજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સમજવાની પણ જરૂર છે. ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઉનાળાની ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ે બપોરના સમયે અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવું, પૂરતું પાણી પીવું, લીંબુ પાણી, છાશ, નાળિયેર પાણી જેવા ઙ્કવાહી પદાર્થોનો ઉપયોગ વધારવો તથા વળદ્ધો અને બાળકોની ખાસ કાળજી રાખવી જોઈએ. સાથે જ બહાર જતા સમયે માથું ઢાંકવું, કપાસના હળવા કપડાં પહેરવા અને ગરમીથી બચવા જરૂરી પગલાં લેવા જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
