હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદર ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા સોફા અને સ્ટેજ મુકત કાર્યક્રમોની પહેલ
સંસ્થાના દરેક કાર્યક્રમોમાં તમામ જ્ઞાતિજનો એક સાથે બેસી શકે તેવી સમાન બેઠક વ્યવસ્થાનો નિર્ણયઃ હોદેદારો અને પદાધિકારીઓ માટે સ્ટેજ વ્યવસ્થા નહીં

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૦: ઇન્ટરનેશનલ મેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા સમાજમાં અનોખી પહેલ કરીને સંસ્થાના દરેક કાર્યક્રમોમાં તમામ જ્ઞાતિજનો એક સાથે બેસી શકે તેવી એક સરખી બેઠક વ્યવસ્થા તેમજ કોઇપણ હોદેદારો અને પદાધિકારીઓ માટે સ્ટેજ કે સોફા વ્યવસ્થા નહીં રાખવાનો પ્રેરક નિર્ણય લીધો છે. આ નિર્ણય લીરબાઇ આઇ મહોત્સવ માટે જ્ઞાતિના રીત રિવાજો મુજબ સમારોહનું ડીઝીટલ આમંત્રણ સાથે કરવામાં આવ્યો છે.
પોરબંદર તેમજ આસપાસના જિલ્લાઓની અંદરમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મહેર જ્ઞાતિના વિજેતા થયેલા જનપ્રતિનિધિઓજન સત્કાર- અભિવાદન સમારોહ ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા રાખવામાં આવેલ હતું.
સત્કાર - અભિવાદન સમારોહની શરૂઆત પૂજ્ય માં લીરબાઈ આઇ અને પૂજ્ય માલદેવ બાપુની સૂક્ષ્મ હાજરીમાં દિપપ્રગટય કરી સમારોહને ખુલ્લો મુકવામાં આવેલો ઉપસ્થિત મહાનુભવો, મહેમાનો અને જનપ્રતિનીતિઓનું સંસ્થાના મહામંત્રી શ્રી બચુભાઇ આંત્રોલીયાએ શબ્દોથી સ્વાગત કરેલ તેમજ પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટમંત્રીશ્રી અર્જૂનભાઇ મોઢવાડિયા તેમજ પૂર્વ કેબીનેટમંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયાનું પુષ્પગુચ્છથી સંસ્થાના પ્રમુખસેવક શ્રી વિમલજીભાઇ ઓડેદરાએ સ્વાગત કરેલ હતું.
તાજેતરમાં મા લીરબાઇ આઇ મહોત્સવ દરમ્યાન નકકી કરાયેલા જ્ઞાતિના રીતરીવાજો મુજબ આ સમારોહનું આમંત્રણ ડિઝીટલ આપવામાં આવેલ હતું. તેમજ આ સમારોહથી સંસ્થાના દરેક કાર્યક્રમોમાંથી દરેક જ્ઞાતિજન એક સમાન તેવી શુભ ભાવનાથી કોઈપણ હોદેદારશ્રીઓ કે પદાધીકારીશ્રીઓ માટે સ્ટેજ પર બેઠક વ્યવસ્થા નહીં રાખી, બધા જ્ઞાતિજનો એક સાથે બેસે તેવી એક સરખી બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ. જેને સૌ મહાનુભાવો અને જ્ઞાતિજનો એ આવકારેલ.
પોરબંદર જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને પોરબંદર કુતિયાણા રાણાવાવ તાલુકા પંચાયત, રાણાવાવ આદિત્યાણા અને કુતિયાણા નગરપાલિકા, જુનાગઢ અને કેશોદ , કલ્યાણપુર તેમજ જામજોધપુર તાલુકા અને જિલ્લામાંથી નવા ચૂંટાયેલા તમામ લોકપ્રતિનિધિઓનું જ્ઞાતિ આગેવાનો, વડીલો અને સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓના હસ્તે ઉષ્મા વષા અને સ્મળતિચિન્હ આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું અને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ આપવામાં આવી.
ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ સેવકશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના વક્તવ્યમાં જણાવેલું કે, આપણા મહેર સમાજના લોકોને જનતાની સેવા કરવા માટે એક મોટો મોકો મળ્યો છે. આ આપણા બધા માટે ખૂબ જ ગૌરવની વાત છે. જે પણ ભાઈઓ અને બહેનો આ સેવાના કાર્ય માટે ચૂંટાયા છે, તે બધાને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ શુભકામનાઓ અને અભિનંદન.
ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા UPSC/GPSC ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાતે શિષ્યવળત્તિ પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરંતુ, રજીસ્ટ્રેશનની સરખામણી એ વિદ્યાર્થીઓની હાજરી ઘણી ઓછી જોવા મળી. આ બાબત દર્શાવે છે કે આપણે હજુ ઘણું મનોમંથન કરવાની જરૂર છે. આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ભાઇઓ બહેનોને પહેલા સ્થાનિક કક્ષાાએ તૈયાર કરવાની તાતી જરૂરીયાત છે ત્યારબાદ અમદાવાદ ગાંધીનગર ખાતે તૈયારી માટે જરૂરીયાત મુજબની વ્યવસ્થા કરવાનું આયોજન કરવું જોઇએ.
પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયાએ પોતાના વક્તવ્યમાં જણાવેલું કે આપણા વિસ્તારનો સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ કરવો એ જ આપણો મુખ્ય હેતુ અને ધ્યેય છે. આ ઉમદા કાર્યને સફળ બનાવવા માટે આપણા સૌનો સહકાર ખૂબ જ અનિવાર્ય છે.
કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ પોતાના વક્તવ્યમાં ભારતીય લોકશાહીના ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ. જનતાએ આપણને જે જવાબદારી સોંપી છે, તેને ઈશ્વરીય કાર્ય કે નવી શરૂઆત માનીને પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવવી જોઈએ.રાજકારણમાં એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે, પોતાનો વ્યવસાય અને પ્રજાની સેવા,આ બંને તદ્દન અલગ બાબતો છે અને તેમને કયારેય ભેગા ન કરવા જોઈએ. સાચો જનપ્રતિનિધિ એ છે જે સમય સાથે સતત કંઈક નવું શીખતો રહે અને લોકો વચ્ચે રહીને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર બને. આપણું મુખ્ય લક્ષ્ય પ્રજાના જીવનને વધુ સુખી અને સમળદ્ધ બનાવવાનું હોવું જોઈએ.
સંસ્થાના ઉપપ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલાએ જણાવ્યું કે, જ્યારે આપણને સમાજ કે રાજકારણમાં કોઈ પદ, પ્રતિષ્ઠા અથવા પ્રતિનિધિત્વની તક મળે છે, ત્યારે આપણી અંદર કયારેય પણ ખોટો અહંકાર ન આવવો જોઈએ. ઘણીવાર પદ મળ્યા પછી લોકો પરસ્પર વિવાદો, ખેંચતાણની રાજનીતિમાં અટવાઈ જતા હોય છે, જે બિલકુલ યોગ્ય નથી. સાચું પ્રતિનિધિત્વ એ સત્તા ભોગવવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટેની એક અમૂલ્ય તક છે.
કાર્યક્રમ માટે ઢેલીબેન ઓડેદરાએ ચૂંટણીમાં વિજેતા થયેલા તમામ જનપ્રતિનિધિઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે લોકશાહીના સાચા અર્થ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, લોકશાહીનું મૂળભૂત લક્ષ્ય હંમેશાં લોકોનું કલ્યાણ અને સેવાનું હોવું જોઇએ.
મૂળ વિસાવડા ગામના વતની અને હાલ યુ.એસ.એ. સ્થિત અગ્રણી દાતા ભીમાભાઈ મોઢવાડિયા દ્વારા તાજેતરમાં અમદાવાદ સ્થિત શ્નઆરોગ્ય ભવનઙ્ખ ખાતે સોલાર પેનલ ફિટ કરાવવા માટે આર્થિક સહયોગ આપ્યો હતો. આ જ ગરિમાપૂર્ણ પરંપરાને આગળ ધપાવતા, તેમણે નવનિર્માણ પામેલા ‘‘છાયા મહેર સમાજ'' માટે પણ સોલાર પેનલનું ઉદાર અનુદાન જાહેર કર્યું છે. આ તાકે શ્રી છાયા મહેર સમાજ તેમજ ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ શ્રી ભીમાભાઇ મોઢવાડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમારંભન સંસ્થાના ટ્રસ્ટી શ્રી સામતભાઈ ઓડેદરાએ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગામી સમયમાં પોતપોતાના વિસ્તારના લોકોની સુખાકારી અને વિકાસના કાર્યો માટે હંમેશાં તત્પર રહેશે.
આ સત્કાર અભિવાદન સમારોહમાં પોરબંદર વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થાના પ્રમુખ સેવક વિમલજીભાઈ ઓડેદરા મહામંત્રી બચુભાઈ આંત્રોલીયા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજશીભાઈ પરમાર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સામતભાઈ ઓડેદરા, વિરમભાઈ કારાવદરા, પ્રતાપભાઈ કેશવાલા ઉપપ્રમુખ લાખાભાઈ કેશવાલા નવઘણભાઈ મોઢવાડિયા કારાભાઈ કેશવાલા અર્જુનભાઈ ખીસ્તરીયા તેમજ ખજાનચી આલાભાઇ ઓડેદરા સાથે રમેશભાઈ પટેલ, અરસીભાઈ ખુટી, મનુભાઈ ખુટી, છાયા મહેર સમાજના પ્રમુખ શ્રી ભીમભાઇ ઓડેદરા, રામભાઈ મેપાભાઇ ઓડેદરા, પરડવાથી દેવાભાઈ પરમાર, અજયભાઈ બાપોદરા, કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા, કુતિયાણા નગરપાલિકાના પ્રમુખશ્રી શાંતિબેન ઓડેદરા, રાણાવાવ નગરપાલિકાના પ્રમુખશ્રી ગીતાબેન ભૂતિયા હાજર રહ્યા હતાં.
રાજકોટ સીટી કાઉન્સિલમાંથી ડો. લીલાભાઈ કડછા, શ્રી અરજનભાઈ કેશવાલા મહેર શક્તિ સેનામાંથી પ્રવક્તા રાણાભાઇ ઓડેદરા નવઘણભાઈ મોઢવાડિયા તેમજ પરબતભાઈ સહિતના કાર્યકર્તાઓ, બરડા વિકાસ સમિતિ ભીમભાઈ સુંડાવદરા તેમજ આવડાભાઈ ઓડેદરા, ઘેડ સામાજિક વિકાસ સમિતીમાંથી લીલાભાઇ પરમાર, વિરમભાઇ પરમાર સહિતના કાર્યકર્તાઓ, ધર્મેશભાઈ પરમાર મહેર મહિલા વિકાસ મંડળના બહેનો, ઝુંડાળા મહેર સમાજ, શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ અને ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાના સર્વે ટ્રસ્ટીશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ,ચૂંટાયેલા જનપતિનિધિશ્રીઓ, સંસ્થાની વિવિધ સમિતિના કાર્યકર્તાઓ તેમજ બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શ્રી પોપટભાઈ ખુંટી દ્વારા તેમજ પ્રમુખસેવક શ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા મહામંત્રી શ્રી બચુભાઈ અંત્રોલીયા અને જીતેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઉપપ્રમુખશ્રીઓ અરજનભાઈ ખિસ્તરીયા, નવઘણભાઈ મોઢવાડીયા તથા કારાભાઈ કેશવાલાએ જહેમત ઉઠાવી સમારોહને સફળ બનાવ્યો હતો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
