<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

પોરબંદર કીર્તિ મંદિરનું સંગ્રહાલયઃ ઇતિહાસની એક અમૂલ્‍ય ધરોહર

ગાંધીજીના જન્‍મ સ્‍થળને સમાવી લેતુ કીર્તિ મંદિર માત્ર સ્‍મારક નથી પણ પૂ.બાપુ અને બાના જીવનની પ્રેરણાદાયી સફરને જીવંત રાખતું સંગ્રહાલયઃ સત્‍ય અહિંસા અને સાદગીનો વિશ્વને સંદેશો આપતુ આ મ્‍યુઝીયમ આજના ડીજીટલ યુગમાં પ્રાસંગિક કીર્તિ મંદિરના મ્‍યુઝીયમની મુલાકાત લેતા આપણે મહાત્‍મા ગાંધીજીના સમયગાળાની યાદગીરીમાં પહોંચી જઇએ છીએઃ મ્‍યુઝીયમમાં ગાંધીજીના બાળપણ પોરબંદરથી રાજકોટ અને લંડન સુધીના પ્રવાસ, દક્ષિણ આફ્રિકાના સત્‍યાગ્રહો તથા સ્‍વાતંત્ર્ય સંગ્રામની અસંખ્‍ય ઐતિહાસિક અને દુર્લભ બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ તસ્‍વીરોનો ખજાનો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૦ :..  આંતરરાષ્‍ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે વિશ્વભરમાં સાંસ્‍કળતિક અને ઐતિહાસિક વારસાની જાળવણીમોં ગાંધીભૂમિ પોરબંદરમાં આવેલું કીર્તિ મંદિર સંગ્રહાલય વૈશ્વિક સ્‍તરે આકર્ષણનું કેન્‍દ્ર છે. રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના જન્‍મસ્‍થળને સમાવી લેતું આ સ્‍મારક માત્ર એક ઈમારત નથી, પણ પૂજ્‍ય બાપુ અને કસ્‍તુરબાના જીવનની પ્રેરણાદાયી સફરને જીવંત રાખતું એક પવિત્ર સંગ્રહાલય છે.

મહાત્‍મા ગાંધીજી પ્રત્‍યે અગાધ આદર ધરાવતા  અગ્રણી ઉદ્યોગપતિ શેઠ નાનજી કાલિદાસ મહેતાના પુરુષાર્થથી આ ભવ્‍ય સ્‍મારકનું નિર્માણ થયું હતું. વર્ષ ૧૯૪૭માં ગાંધીજીના જીવનકાળ દરમિયાન જ આ સ્‍મારકનો શિલાન્‍યાસ કરવામાં આવ્‍યો હતો અને વર્ષ ૧૯૫૦માં સરદાર વલ્લભભાઈ પટેલના હસ્‍તે તેનું લોકાર્પણ થયું હતું. જગપ્રસિદ્ધ કીર્તિ મંદિરની ઊંચાઈ પૂજ્‍ય બાપુના ૭૯ વર્ષના આયુષ્‍યના પ્રતીક રૂપે ૭૯ ફૂટ રાખવામાં આવી છે, જે તેની સ્‍થાપત્‍યકલાની વિશેષતા દર્શાવે છે.

કીર્તિ મંદિરની અંદર મોહક પ્રદર્શન ગેલેરીઓ (સંગ્રહાલય) આવેલી છે. આ મ્‍યુઝિયમની મુલાકાત લેતા જ જાણે આપણે મહાત્‍મા ગાંધીજીના સમયગાળામાં પહોંચી જઈએ છીએ. સંગ્રહાલયમાં ગાંધીજીના બાળપણ, પોરબંદરથી રાજકોટ અને લંડન સુધીના તેમના પ્રવાસ, દક્ષિણ આફ્રિકાના સત્‍યાગ્રહો અને ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામની અસંખ્‍ય ઐતિહાસિક અને દુર્લભ બ્‍લેક એન્‍ડ વાઈટ તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે.

બાપુના જીવનની સાદગીના પ્રતીક સમાન તેમના ચરખા, હાથવણાટના વષાો અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલી કેટલીક વસ્‍તુઓની પ્રતિકળતિઓ અહીં જોવા મળે છે. મધ્‍ય ખંડમાં પૂજ્‍ય બાપુ અને પૂજ્‍ય કસ્‍તુરબાના કદાવર અને આબેહૂબ તૈલચિત્રો સ્‍થાપિત છે, જ્‍યાં મુલાકાતીઓ આદરપૂર્વક શીશ ઝુકાવે છે. સંશોધકો અને વાંચનપ્રેમીઓ માટે અહીં ગાંધીજીના વિચારો, પુસ્‍તકો અને તેમના દ્વારા સંપાદિત પત્રોનો વિશાળ સંગ્રહ પણ ઉપલબ્‍ધ છે.

આંતરરાષ્‍ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણીનો ખરો હેતુ એ છે કે યુવા પેઢી પોતાના ભવ્‍ય ભૂતકાળને ઓળખે. પોરબંદરનું આ કીર્તિ મંદિર સંગ્રહાલય દર વર્ષે દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને ઈતિહાસકારોને આકર્ષે છે. સત્‍ય, અહિંસા અને સાદગીનો વૈશ્વિક સંદેશ આપતું આ મ્‍યુઝિયમ આજે ડિજિટલ કયુ આર કોડ દ્વારા માહિતી મળે એવી વ્‍યવસ્‍થા ગોઠવવાથી ડિજિટલ યુગમાં પણ એટલું જ પ્રાસંગિક છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના શ્નવિકાસ ભી વિરાસત ભીઙ્ખના વિઝન સાથે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ઐતિહાસિક ધરોહર ડિજિટલ અને આધુનિક યુગમાં પણ પોતાની સાંસ્‍કળતિક ઓળખ અકબંધ રાખીને ગરિમાપૂર્ણ રીતે શોભી રહી છે. રાજ્‍ય સરકારના સતત પ્રયાસોથી કીર્તિ મંદિર અને તેની આસપાસના પરિસરને પ્રવાસન નકશા પર વધુ વેગવંતું બનાવવામાં આવ્‍યું છે, જેથી વૈશ્વિક સ્‍તરેથી આવતા પ્રવાસીઓ ભારતના ભવ્‍ય ભૂતકાળ અને ગાંધી-વિચારોની વિરાસતથી પ્રેરિત થઈ શકે. નવી પેઢીને ઇતિહાસની આ અનમોલ મૂડી આધુનિક સુવિધાઓ સાથે સરળતાથી ઉપલબ્‍ધ કરાવીને પ્રવાસન અને સાંસ્‍કળતિક વારસાના સમન્‍વયનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્‍યું છે.

 ચોપાટી દરિયાકિનારાની નજીક સ્‍થિત હોવાથી, આ સંગ્રહાલય પ્રકળતિ અને સંસ્‍કળતિનો અદભુત સંગમ રચે છે. જો તમે હજુ સુધી આ ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાત નથી લીધી, તો પૂજ્‍ય બાપુના વિચારોને નજીકથી અનુભવવા કીર્તિ મંદિર અવશ્‍ય પધારવા જેવું છે.

(1:40 PM IST)