<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેકસ ઘરબેઠા મોબાઇલથી ભરવાની સુવિધા

કરદતાઓને કચેરીના ધક્કા અને લાઇનમાં ઉભા રહેવામાંથી મુકિતઃ પોર્ટલમાં બિલની ત્‍વરિત ચુકવણી

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૦: મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્‍સ (મિલ્‍કત વેરા)ની ઓનલાઈન ચુકવણી માટે આધુનિક પોર્ટલની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે. આ સુવિધાના કારણે હવે નાગરિકોને હાઉસ ટેક્‍સ ભરવા માટે મહાનગરપાલિકાની કચેરી સુધી ધક્કા ખાવાની કે લાંબી લાઇનમાં ઉભા રહેવાની જરૂર રહેશે નહીં.

મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા આ https://erp.porbandarcity.in/Account/CitizenLogin પોર્ટલમાં  શહેરના નાગરિકો પોતાના મોબાઈલ ફોન અથવા કમ્‍પ્‍યુટર દ્વારા સરળતાથી લોગીન કરી શકશે. પોર્ટલમાં પ્રવેશ માટે નાગરિકોએ પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.

મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ પોર્ટલમાં લોગીન થઈ શકાશે અને ત્‍યારબાદ નાગરિકોએ પોતાનો પ્રોપર્ટી નંબર દાખલ કરવાનો રહેશે. પ્રોપર્ટી નંબર દાખલ કર્યા બાદ તેઓ પોતાના મિલ્‍કત વેરાનું બિલ જોઈ શકશે તેમજ બિલની વિગતો ચકાસીને ઓનલાઈન માધ્‍યમથી સરળ અને સુરક્ષિત રીતે હાઉસ ટેક્‍સની ચુકવણી કરી શકશે.

આ પ્રક્રિયા ઘર બેઠાં જ પૂર્ણ થઈ શકતી હોવાથી નાગરિકોના સમય અને શ્રમ બંનેની બચત થશે. મહાનગરપાલિકાની આ ડિજિટલ પહેલનો મુખ્‍ય હેતુ નાગરિકોને વધુ પારદર્શક, ઝડપી અને સરળ સેવાઓ ઉપલબ્‍ધ કરાવવાનો છે.

(12:01 PM IST)