તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
પોરબંદરઃ વિદેશમાં વર્ક વિઝા અપાવવાના બહાને છેતરપીંડી કેસમાં પોલીસની જાહેર જનતા જોગ અપીલ
કોઇ વ્યકિતએ પોલીસમાં ફરિયાદ કરતી વખતે વ્યકિતગત વેરઝેર, અંગત આર્થિક વિવાદ અને ખોટી ભ્રામક કે હકીકત છુપાવીને ફરિયાદ કરવાથી કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.પ, વિદેશમાં વર્ક વિઝા અપાવવાના બહાને છેતરપિંડીના કેસમાં જાહેર જનતા જોગ અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
આ અપીલમાં જણાવ્યા મુજબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ સુડાસમા , પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.એ. ઝાલા તથા તેમની ટીમ દ્વારા બગવદર પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૩૧૮(૪), ૫૪ મુજબના ગુનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ અપીલમાં ઉલેખ કર્યો છે કે ફરિયાદી ામભાઇ સાજણભાઇ ગોઢાણિયા રહે. કુણવદર તા.જી. પોરબંદર એ પોતાની ફરિયાદ જાહેર કરેલ જેમાં, ભોગ બનનાર કુલ ૪૩ વ્યક્તિઓ પાસેથી કુલ રૂા. ૪૨,૫૫,૫૬૦/- ની છેતરપીંડી આ કામના આરોપીઓ રીધાન ઇમિગ્રેશન એન્ડ મેનેજમેન્ટ સર્વિસિઝ લી. નામની કંપની ના ભાગીદાર (૧) કાજલ આદિત્ય જોષી (૨) આદિત્ય જોષી તથા તેમાં નોકરી કરતાં (૩) શ્રેયા પટેલ રહે. વડોદરા, વાળાએ કરેલ હોવાની હકિકત જણાવેલ. જેમાં આ કામે તપાસના અંતે આ કામના ફરિયાદી રામભાઇ સાજણભાઇ ગોઢાણિયા રહે. કુણવદર તા.જી. પોરબંદરવાળાઓની સદરહું છેતરપીંડીમાં સીધી સંડોવણી ખુલવા પામેલ, જેમાં ફરિયાદી, આ કામના આરોપીની કંપનીના સબ એજન્ટ હોવાનું પુરાવા .
ફરિયાદીએ જ ભોગ બનનારાઓને પોતાની યુ-ટયુબ ચેનલ ‘‘અર્જુન ફેશન૭૭૭'' દ્વારા વિદેશમાં વર્ક વિઝા પર જવા વિડીયો બનાવી વાયરલ કરી, લલચાવેલ હતા અને ભોગબનનારાઓ પાસેથી મોટી રકમ રોકડ સ્વરૂપે તથા બેંક મારફત મેળવેલ હોવાનું તપાસમાં ખુલવા પામતાં, આ કામના ફરિયાદી જ આરોપી હોવાનું પ્રસ્થાપિત થયેલ હોય, ફરિયાદીને જ તેઓએ લખાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગુન્હાના કામ અટક કરવામાં આવેલ છે અને તેઓ વિરૂધ્ધ પ્રથમદર્શનિય કેસ બનતો હોય.નામદાર સેશન્સ કોર્ટ, પોરબંદરનાઓ દ્વારા નિયમિત જામીન અરજી ના-મંજુર કરવામાં આવેલ છે. અને હાલ આ કામના ફરિયાદી કમ આરોપી જ્યુડીશ્યલ કસ્ટડીમાં છે. તેમ પોલીસ દ્વારા જાહેર જનતા જોગ યાદીમાં જણાવેલ છે.
પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જ્યારે કોઇ વ્યક્તિ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવે તો. સંપૂર્ણ સત્ય અને ચકાસેલી હકીકતો રજૂ કરવી. અને જો તપાસ દરમ્યાન ફરિયાદીની ભૂમિકા શંકાસ્પદ જણાઇ આવે તો તે તપાસનો વિષય બની શકે છે.
કોઈ વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરતી વખતે વ્યક્તિગત વેરઝેર, પોતાના અંગત આર્થિક વિવાદ અથવા અન્ય હેતુસર ખોટી, ભ્રામક અથવા હકીકત છુપાવીને ફરીયાદ કરવાથી કાયદેસરની કાર્યવાહી નો સામનો કરવો પડી શકે છે. જેથી પોલીસ સમક્ષ ફરિયાદ કરતી વખતે સંપૂર્ણ અને સાચી હકીકતો રજૂ કરવી તથા તપાસમાં પોલીસને સહકાર આપવો એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. તેમ જાહેર જનતા જોગ યાદીમાં જણાવેલ છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
