<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

પોરબંદર પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું:37 ગેંગના ચાર સભ્યો વિરુદ્ધ ગુજસીટોક દાખલ કર્યા બાદ તમામ આરોપીઓની ધરપકડ

આ ગેંગના સભ્યો વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ મારામારી, લૂંટ ધાકધમકીઓ, ગેરકાયદે હથિયાર મિલ્કતને નુકશાન સહીતના પોરબંદર, રાજકોટ, સુરત સહીત અન્ય શહેરોમાં પણ ગુનાઓ નોંધાયેલા

પોરબંદર શહેરની કહેવાતી 37 ગેંગ વિરુધ્ધ પોરબંદર પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે.  37 ગેંગના ચાર સભ્યો વિરુદ્ધ yg ગુજસીટોક દાખલ કર્યા બાદ ગઈ કાલે પોરબંદર એલ.સી.બી.એ તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. પોરબંદર પોલીસે આ જિલ્લાની છઠ્ઠી ગેંગ જે સંગઠિત ગુના આચરતી હતી તેની સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. અને એવું પણ કહેવાય છે કે અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં સૌથી વધુ ગુજસીટોકના ગુના દાખલ કરવામાં આવ્યા છે. 

અહિંસાવાદી મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરની ઓળખ એટલે કે છબી ખરાબ હોવાનું કહેવાતું હતું એક સમય હતો જયારે પોરબંદરમાં એક નહિ અનેક ગેંગ સક્રિય હતી અને પોરબંદરનું નામ સાંભળી અન્ય જિલ્લા વાસીઓમાં પણ ડર બેસતો હતો. એક સમય એવો હતો કે પોરબંદરની ગુનાખોરીથી સમાચાર માધ્યમોમાં હંમેશા ટોપ માં સ્થાન મળતું હતું પરંતુ પોરબંદરમાં છેલ્લા 20-25 વર્ષથી એવા ગંભીર પ્રકારના ગુનાઓ બનતા નથી અને ભાગ્યે જ ગંભીર ગુનાઓ બનતા જોવા મળે છે પરંતુ જે સંગઠિત ગુના આચરતી ટોળકીઓ છે કે ક્યાં ને ક્યાંક સક્રિય છે જેથી પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ભગીરથસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યા બાદ આવી ટોળકીઓ અને કહેવાતા ગુંડાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગઈ કાલે પોરબંદર પોલીસે વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. આ કહેવાતી ગેંગનું નામ છે 37 છે. જે છેલ્લા ઘણા સમયથી સક્રિય છે અને આ ગેંગના સભ્યો વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ મારામારી, લૂંટ ધાકધમકીઓ, ગેરકાયદે હથિયાર મિલ્કતને નુકશાન સહીતના પોરબંદર, રાજકોટ, સુરત સહીત અન્ય શહેરોમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગને કાયદો શું છે? તેનું કડક રીતે ભાન થાય તે હેતુથી આ 37 ગેંગ વિરુદ્ધ ગુજસીટોકની કલમ હેઠળ ગુનો દાખલ કરી ગઈ કાલે તેની પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. 

પોરબંદરની કહેવાતી આ 37 ગેંગના સભ્યોની વાત કરીએ તો ગેંગ લીડર મયુર ઉર્ફે મયલો 37 હરદાસ ઓડેદરા અને રવિ કિશા મુસા વિરુદ્ધ 15 થી વધુ ગુના  દાખલ થયેલા છે જયારે અન્ય આરોપી માલદે ઉર્ફ જગીરો અને વિશાલ ઉર્ફે વાંકી ડોક ગોરાણીયા વિરુદ્ધ 10-10 જેટલા ગુનાઓ દાખલ થયેલા હોવાનું પોલીસે જાહેર કર્યું છે ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા ખુબ જ જરૂરી હતા જેના પગલે પોરબંદર એલ.સી.બી. એ ગુજસીટોક દાખલ કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

(12:19 AM IST)