<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

પોરબંદર પોલીસ હિરલબાનો જૂનાગઢ જેલમાંથી ટ્રાન્‍સફર વોરન્‍ટથી કબજો મેળવશે

ખંડણી અપહરણ, મીલ્‍કત ઉપર ગેરકાયદે કબજો અને સાઇબર ફ્રોડ સહિતના હિરલબા સામે કુલ ૭ ગુન્‍હા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૪ :.. હાલ જુનાગઢ જેલમાં રહેલ હિરલબા જાડેજા સામે લેન્‍ડ ગ્રેબીંગ કેસ નોંધાતા કાનૂની મુશ્‍કેલીમાં વધારો થયો છે. હિરલબા સામે કુલ ૭ ગુન્‍હા નોંધાયેલા છે. લેન્‍ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્‍હો નોંધાયેલ હિરલબા હાલ જુનાગઢ જેલમાં હોય તેમનો ટ્રાન્‍સફર વોરન્‍ટથી પોરબંદર પોલીસ કબજો મેળવશે.

હિરલબા એ સુરજ પેલેસ સહિત મિલ્‍કતો પચાવી પાડયાની પોલીસ ફરીયાદ બાદ તેમની સામે લેન્‍ડ ગ્રેબિંગ એકટ હેઠળ કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો નોંધાયો છે.

હિરલબા સામે વિવિધ પોલીસ સ્‍ટેશનોમાં ખંડણી, અપહરણ ગેરકાયદે કબ્‍જો અને સાઇબર ફ્રોડ સહિત ગંભીર પ્રકારના ૭ ગુન્‍હા નોંધાયેલ છે.

તેમની સામે લેન્‍ડ ગ્રેબીંગ એકટ હેઠળ વધુ એક ગુન્‍હો નોંધાતા તેમની કાનુની મુશ્‍કેલીમાં વધારો થયો છે. 

(11:51 AM IST)