તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
પોરબંદર શ્રી હરિમંદિરમાં ‘‘પૂ. ભાઇશ્રી''ની પ્રેરણાથી આંબા મનોરથ યોજાયો
સાંદીપનિ વિદ્યા નિકેતનમા ભાવિકોએ પૂજન, અર્ચન, દર્શનનો લાભ લીધો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૫: સાંદીપનિના શ્રીહરિમંદિરમાં પૂજ્ય ભાઈ શ્રીરમેશભાઈ ઓઝાની પ્રેરણાથી પુરુષોત્તમ માસ નિમિત્તે આંબા મનોરથ સંપન્ન થયો હતો. શ્રીહરિ મંદિરમાં બિરાજમાન ભગવાન રસરાજ પ્રભુ શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિત સર્વે વિગ્રહોને કેરીનો ભોગ લગાવવામાં આવ્યો હતો. શ્રીહરિ મંદિરમાં આયોજિત આંબા મનોરથ અને સાયં ઉત્સવ આરતીના દર્શનનો ખૂબ બહોળી સંખ્યામાં ભાવિકોએ લ્હાવો લીધો હતો. આંબા મનોરથના મનોરથી તરીકે શ્રી વિજયભાઈ બજરંગલાલજી તાપડિયાએ સેવા આપી હતી. (તસ્વીરઃ મુકેશ વાઘેલા. જૂનાગઢ)
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
