તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Wednesday, 4th November 2026
પોરબંદર સોબર ગ્રુપ દ્વારા કાળી ચૌદશે રાત્રે અંધશ્રધ્ધા વિચારવલી જાગૃતિઃ સ્મશાનમાં ગુંજશે હનુમાન ચાલીસા
હનુમાન ચાલિસા સાથે ભજન-કિર્તનઃ રાત્રે ૧૨ વાગ્યે ગામમાંથી એકઠાં કરેલા વડા ખાવાનો કાર્યક્રમ

(ભિખુભાઈ મહેતા દ્વારા) પોરબંદર, તા.૧૪: સોબર ગ્રુપ દ્વારા પણ કાળી ચૌદશના દિવસે અંધશ્રદ્ધા નિવારણના જાગૃતિ માટે સ્મશાનગળહ ખાતે હનુમાન ચાલીસા, ભજન-કીર્તન અને રાત્રે ૧૨ વાગ્યે ગામમાં માંથી એકઠા કરેલ વડા આરોગવામાં આવશે સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ આગામી તા. ૦૭ શનિવારના રોજ રાત્રે ૧૦.૦૦ કલાકે યોજાશે. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ દૂર કરી લોકોમાં ભક્તિ, શ્રદ્ધા, સકારાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમનો સંદેશ ફેલાવવાનો છે.
સોબર ગ્રુપ દ્વારા માત્ર પોરબંદર શહેર નહીં, પરંતુ જુબેલી, બોખીરા, ઝૂંડાળા, આદિત્યાણા અને રાણાવાવના સ્મશાનગળહોમાં પણ હનુમાન ચાલીસા, ભજન-કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું .
સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા વર્ષ દરમિયાન પણ અંધશ્રદ્ધા નિવારણ અને સામાજિક જાગળતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. હરિદ્વાર ખાતે વર્ષ માં ૩ થી ૪ વખત ગ્રુપ ના સભ્યો દ્વાર સમૂહ અસ્થિ વિસર્જન કરવામાં આવે છે સાથે દર વર્ષે શનિજયંતિ નિમિતે પોરબંદર થી હાથલા (શનિદેવ) ની પદયાત્રા નું પણ આયોજન કરવામાં આવે છે
સોબર ગ્રુપ ઓફ પોરબંદર ના પ્રમુખ વિનેશ ભાઈ ચોલેરા દ્વારા તમામ ધર્મપ્રેમી નાગરિકોને અંધશ્રધ્ધા નિવારતી જાગૃતિ કાર્યક્રમોમાં જોડાઈને ધાર્મિક અને સામાજિક જાગળતિના આ અભિયાનમાં સહભાગી બનવા એક યાદીમાં અપીલ કરવામાં આવી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
