News of Tuesday, 28th July 2026
પોરબંદરઃ સામાજિક કાર્યકર અરવિંદભાઇ વાળાની અખિલ ભારતીય કોળી સમાજના પ્રચાર મંત્રીપદે વરણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૮: ન્યૂ દિલ્હી અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા સામાજિક કાર્યકર અરવિંદભાઈ વાળાની વરણી યુવા પ્રચાર મંત્રી તરીકે કરવામાં આવી છે. ભાજપ પક્ષ ના સક્રિય કાર્યકર અરવિંદભાઈ વાળા માંગરોળ તાલુ કા કિસાન મોરચાના કારોબારી સદસ્ય છે તમની નીમણુંક પ્રદેશ યુવા અધ્યક્ષ દિવ્યસ એમ. ચાવડા તથા જૂનાગઢ જિલ્લા યુવા પ્રમુખ રાજેશભાઈ ચુડાસમા દ્વારા નિમણુંક કરવામાં આવી છે શ્રી અરવિંદભાઈ છેલ્લા ઘણા સમય થી કોળી સમાજ ના શૈક્ષણિક અને સમાજ ઉત્થાન અને ઉત્કર્ષ માટે સેવાકીય ઉત્તમ કામ ગીરી કરી રહ્યા છે.
આ વરણી ને આવકારી જૂના ગઢ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના પૂર્વ ચેરમેન શ્રીસોમાત ભાઈ વાસણ, વેરાવળ તાલુકા પંચાયત પૂર્વ ઉપ પ્રમુખ પાંચાભાઈ વાળા તથા જિલ્લા પંચાયતના સદસ્ય અને શીલના યુવા સરપંચ જયેશ ભાઈ ચુડાસમા સમાજ રત્ન ડો. ઈશ્વરભાઈ ભરડા એ અભિનંદન સાથે શુભકામના પાઠવી છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
