<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

પોરબંદરઃ સવા વર્ષ પહેલા મિત્રની હત્‍યા કરનાર શિક્ષક ઝડપાયો

માતાજીના ઉત્‍સવમાં જવાની માથાકુટમાં મિત્રનું ઢીમ ઢાળીને મૃતદેહના અગ્નિસંસ્‍કાર કરીને અસ્‍થિ નદીમાં પધરાવી દીધા હતા : લાંબા સમયથી ગુમ થયેલ યુવાનનો ભેદ ઉકેલતી પોલીસઃ મર્ડરના પુરાવા મેળવીને આરોપી યુવાનને શોધી કાઢયો

(પરેશ પારેખ દ્વાર) પોરબંદર, તા., પઃ સવા વર્ષ પહેલા નજીકના ચૌટા ગામે ગુમ થયેલ નરેન્‍દ્ર ઉર્ફે ભરત ગોવિન્‍દભાઇ મેથાણીયાની હત્‍યા થઇ હોવાનો ભેદ પોલીસે ઉકેલીને નરેન્‍દ્રની હત્‍યા કરનાર આરોપી શિક્ષક મિત્ર માલદે દેવાભાઇ નંદાણીયાને પકડી લીધો છે.

માતાજીના ઉત્‍સવમાં જવાની માથાકુટમાં આરોપી શિક્ષકે તેના મિત્ર નરેન્‍દ્ર ઉર્ફે  ભરતભાઇ ગોવિંન્‍દભાઇની પથ્‍થરો મારીને કરપીણ હત્‍યા કરી અને મૃતદેહને ઘરના ફળીયામાં લાકડા અને પેટ્રોલથી સળગાવી દઇને અસ્‍થિને ભાદર નદીમાં પધરાવી દીધા હતા.

પોરબંદર જીલ્લામાં દાખલ થયેલ શંકાસ્‍પદ તેમજ ચર્ચાસ્‍પદ ગુમ જાણવા જોગ પોલીસમાં એન્‍ટ્રીની ઉંડાણપુર્વક તપાસ કરી બનાવના મુળ સુધી પહોંચી બનાવ અનુસંધાને કોઈ ગુન્‍હાહીત કળત્‍ય બનેલ હોય તો જરૂરી પુરાવાઓ મેળવી ગુન્‍હો રજીસ્‍ટર કરવા સુચના આપેલ હોય, જેમાં ગત તા.૦૫/૦૧/૨૫ ના કુતિયાણા પોલીસ સ્‍ટેશન ખાતે જાહેર કરનાર-નંદુબેન વા/ઓ ગોવિંદભાઈ વિસાભાઈ મેથાણીયા રહે પાનેલી ગામ તા.ઉપલેટાવાળાઓએ પોલીસ સ્‍ટેશન ખાતે આવી જાહેર કરેલ કે, પોતાનો દીકરો નરેન્‍દ્ર ઉર્ફે ભરત મેથાણીયા છેલ્લા છ-એક માસથી ચૌટા ગામના માલદેભાઈ દેવાભાઈ નંદાણીયા સાથે રહેતો હતો. અને ચૌટા વાંકે આવેલ તેમની દુકાન ચલાવતો હતો. અને આ નરેન્‍દ્ર  ઉર્ફે  ભરત  ચૌટા ગામે માલદેભાઈના રહેણાંક મકાનેથી ગુમ થયેલ હોય, આ કામેની પ્રથમ તપાસ કુતિયાણા પો.સ્‍ટેના પો.હેડ કોન્‍સ. ડી.એચ.જાડેજાનાઓને સોંપવામાં આવેલ હતી.

પોલીસ તપાસ દરમ્‍યાન ગુમ થનારના પરીવારજનોના તથા અન્‍ય સાહેદોના નિવેદનો લીધેલ તેમજ ગુમ થનારની પ્રસિધ્‍ધી માટે જીલ્લા એમ.ઓ.બી. પોરબંદર ખાતે યાદી મોકલેલ અને ગુમ થનારની તપાસ કરતાં મળી આવેલ નહી. ગુમ થનારના પરીવારજનોએ એવી શંકા વ્‍યક્‍ત કરેલ હોય કે ચૌટા ગામના માલદેભાઈ નંદાણીયાએ પોતાના દીકરાને કોઈપણ રીતે ગુમ કરી દીધેલ છે. જેથી આ શંકાના આધારે આક્ષેપિત માલદેભાઈ દેવાભાઈ નંદાણીયાનો એસ.ડી.એસ./એલ.વી.એ ટેસ્‍ટ કરાવવા માટે રીપોર્ટ તૈયાર કરી એફ.એસ.એલ. કચેરી ગાંધીનગર ખાતે તારીખ-સમય નિમાઈ આવવા મોકલવા તજવીજ કરવામાં આવેલ.

એફ.એસ.એલ. કચેરી તરફથી આક્ષેપિતને ઉપરોક્‍ત ટેસ્‍ટ માટે એફ.એસ.એલ. કચેરી ગાંધીનગર ખાતે હાજર રાખવા અત્રે પો.સ્‍ટે. જાણ કરતાં બાબતે મુદત તારીખે હાજર રહેવા મજકુર આક્ષેપિત માલદેભાઈને જાણ કરવામાં આવેલ હતી. ત્‍યારબાદ કોઈપણ કારણોસર મજકુર આક્ષેપિત ગઈ તા.૨૧ના રોજ કોઈને કહ્યા વગર ઘરેથી કયાંક જતા રહેલ હોય અને મજકુરની તપાસ કરતાં મળી આવેલ નહી અને એસ.ડી.એસ./એલ.વી.એ ટેસ્‍ટ માટે મુદત તારીખે હાજર રહેલ ન હતા ત્‍યારબાદ  તપાસ થાણાના ચાર્જ દરમ્‍યાન અમો એમ.ડી.વાળા પોલીસ ઈન્‍સ. કુતિયાણાનાઓએ જાતેથી સંભાળેલ હોય અને આ કામે ગુમ થનાર તથા આક્ષેપિતની તપાસ કરતાં મળી આવેલ નહી અને શ્રી ધ્રુવલ સુતરીયા નાયબ પોલીસ અધિક્ષક રાણાવાવ વિભાગનાઓએ આ કામે ગુમ થનારનો ભેદ ઉકેલવાસુચના આધારે અમો એમ.ડી.વાળા પોલીસ ઈન્‍સ.કુતિયાણાનાઓ દ્રારા તપાસ દરમ્‍યાન અગત્‍યના સાહેદોને વિશ્વાસમાં લઈ પુછપરછ કરવામાં આવેલઅને ગઈ તા.૨૮ એપ્રિલના રોજ આ કામેના આક્ષેપિતના માતા જાહીબેન વા/ઓ દેવાભાઈ હમીરભાઈ નંદાણીયાનાઓને વિશ્વાસમાં લઈ યુક્‍તિ-પ્રયુક્‍તિથી પુછપરછ કરતાં પોતાની સત્‍ય હકીકત જણાવેલ કે, ગઈ તા.૦૧/૦૧/૨૦૨૫ ના રોજ રાત્રીના અગીયારેક વાગ્‍યે પોતાના રહેણાંક મકાનના  ફળીયામાં પોતાનો દીકરો માલદે અને આ કામે ગુમ થનાર ભરત ઉર્ફે નરેન્‍દ્ર બંન્ને જણા માતાજીના ઉત્‍સવમાં જવા ઝપાઝપી કરતાં હતા.

 આ ઝપાઝપીમાં ભરત ઉર્ફે નરેન્‍દ્ર નીચે પડી ગયેલ અને પોતાના દીકરા માલદેએ ભરત ઉર્ફે નરેન્‍દ્રના માથામાં મોટા પથ્‍થરના બે ત્રણ ઘા મારી દેતા ભરત ઉર્ફે નરેન્‍દ્ર મરણ ગયેલ હોય અને પોતાના દીકરા માલદેએ આ ભરત ઉર્ફે નરેન્‍દ્રની લાશને પોતાના ફળીયામાં પેટ્રોલ તથા લાકડાથી સળગાવી દીધેલ હતી અને ત્‍યારબાદ તે જગ્‍યાએ પાણી નાખી, વાની ઠારી, રાખ તથા અસ્‍થિઓના ટૂકડાં એક કોથળામાં ભરી વેકરી કાંઠે ભાદર નદીમાં ફેકી આવેલ હતો.

ગુમ થનારના પરીવારજનોને પો.સ્‍ટે. બોલાવી હકીકતની સમજ કરી ગુમ થનારના પિતાજી ગોવિંદભાઈ વિસાભાઈ મેથાણીયા રહે. પાનેલી ગામ વાળાઓની બનાવ અનુરૂપ ભારતીય ન્‍યાય સંહિતાની કલમ-૧૦૩(૧),૨૩૮-એ મુજબ ફરીયાદ લઈ કુતિયાણા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં.  ગુન્‍હો રજી. કરી ગુન્‍હાની તપાસ દરમ્‍યાન એફ.એસ.એલ. અધિકારીની હાજરીમાં વિડીયોગ્રાફીથી બનાવવાળી જગ્‍યાનુ પંચનામુ તેમજ સદર નરેન્‍દ્ર ઉર્ફે ભરતની લાશને આ કામના આરોપી માલદેએ જ્‍યાં સળગાવેલ હોય તે જગ્‍યાએ જાહીબેન દેવાભાઈ હમીરભાઈ નંદાણીયાએ બતાવતા હોય જેથી એસ.ડી.એમ. તથા એફ.એસ.એલ. અધિ.શ્રી તથા વિડીયોગ્રાફર, મેડીકલ ટીમને સાથે રાખી તે જગ્‍યાએ ખોદકામ કરતાં તે જગ્‍યાએથી ખોદકામ દરમ્‍યાન મળી આવેલ નમુનાઓ કબ્‍જે કરી જરૂરી નમુનાઓનુ મેડીકલ પરીક્ષણ કરાવવામાં આવેલ તેમજ આ બનાવ સાથે સંકળાયેલ અગત્‍યના સાહેદોને શોધી કાઢી ગુન્‍હાના કામે નિવેદનો લેવડાવવામાં આવેલ અને બનાવ અનુસંધાને જરૂરી પુરાવાઓ એકત્રીત કરી આરોપીની શોધખોળ કરતાં આ કામેનો આરોપી માલદે દેવાભાઈ નંદાણીયા ગઇકાલે  ખાગેશ્રી ગામ આગળ વાંધારાનેશ રસ્‍તેથી સર્વેલન્‍સ સ્‍ટાફના પોલીસ હેડ કોન્‍સ. પી.આર.ઓડેદરા તથા વાય.એસ.વાળા તથા પોલીસ કોન્‍સ. અલ્‍તાબ હુસેનભાઈ નાઓને હકીકત આધારે મળી આવતા  આરોપીને હસ્‍તગત કરી પો.સ્‍ટે. લઈ આવી પુછપરછ કરતાં ગુન્‍હાનો એકરાર કરેલ હોય. આરોપીને ખુનના ગુન્‍હાના ધોરણસર અટક કરવામાં આવેલ છે.

 સવા વર્ષ પહેલા ગુમ થયેલ યુવાનની હત્‍યા થયાનો ભેદ ઉકેલવાની કામગીરી  પો.ઇન્‍સ. એમ.ડી.વાળા સા. તથા પો. હેડ કોન્‍સ. પી.આર.ઓડેદરા તથા વાય.એસ.વાળા તથા પો.કોન્‍સ. અક્ષયકુમાર જગતસિંહ, વિજય ખીમાણંદભાઈ, ભરત ભોજાભાઈ, અશ્વિન વેજાભાઇ, અલ્‍તાબ હુસેનભાઈ, રામશીભાઈ વિરાભાઈ, મહેશ મેરામણભાઈ, વિગેરે દ્વારા કરવામાં આવેલ હતી.  

(11:27 AM IST)