News of Thursday, 9th July 2026
હાલ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની સંભાવના ઘટી, કારણ ?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૯: સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની સંભાવના હતી પણ હવે વરસાદી વિરામ જેવી સ્થિતિ ઉદભવનાર છે તેનું કારણ જોઇએ તો, થોડા સમય પૂર્વે બંગાળની ખાડીમાં ઉદભવેલ ડીપ્રેશન સીસ્ટમ ગુજરાત તરફ ગતિ કરી રહી હતી પણ હવે આ સિસ્ટમ નબળી પડી જઇને ઉત્તર પヘમિ તરફના રાજયોમાં સરકી રહી હોઇ, હાલ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની સંભાવના ઘટી રહી છે. બંગાળની ખાડીમાં પ.બંગાળ આસપાસ ફરી એક નવી સીસ્ટમ ૧૩ તારીખ આસપાસ ઉદભવશે. સ્કાયમેટના વી.પી. મહેશ પલાવત જણાવે છે કે, ગુજરાતના પヘમિ વિસ્તારમાં (સૌરાષ્ટ્ર-કચ્છમાં) વરસાદની સંભાવના ઘટવા માંડશે. માત્ર દ.ગુજરાતમાં વરસાદી મહેર રહેશે. પણ ૧૦ તારીખ બાદ મહારાષ્ટ્ર- દ.ગુજરાતમાં વરસાદી માહોલ ઘટવા માંડશે અને બ્રેક મોન્સૂનની સ્થિતિ જોવા મળશે. આઇએમડીના ફોરકાસ્ટ મોડેલ મેપમાં પણ સૌરાષ્ટ્રમાં આજથી વરસાદી વિરામ જોવા મળી રહયો છે. આઇએમડીના રાષ્ટ્રીય દૈનિક પ્રસારણમાં ગુજરાતના પヘમિ વિસ્તાર-સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઇ જ એલર્ટ દર્શાવેલ નથી માત્ર દ.ગુજરાત માટે યેલો એલર્ટ દર્શાવાયેલ છે. જો કે સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં ધૂપછાંવ, આભ ગોરંભાયેલુ અને કયાંક છાંટા છૂંટી જોવા મળે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
