<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ગોંડલના ભોજરાજપરા વિસ્‍તારમાં વિજ વાયર તૂટતા ર ગૌમાતાના મોતથી વિજ તંત્ર સામે લોકરોષ

જર્જરીત વિજ વાયર અંગે વારંવાર રજૂઆતો છતા પીજીવીસીએલ તંત્ર દ્વારા યોગ્‍ય ન કરાતા ઘુર્ટના સર્જાઇ

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ તા. ૧૩ :.. શહેરના ભોજરાજપરા વિસ્‍તારમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારીના આક્ષેપ વચ્‍ચે ૧૧ કે. વી.ના જીવલેણ વીજ વાયર અચાનક તૂટી પડતાં બે નિર્દોષ ગૌમાતાના કરૂણ મોત નિપજયા છે.

સ્‍થાનિક રહેવાસીઓના જણાવ્‍યા મુજબ, ઘટના સ્‍થળે આવેલા જર્જરીત અને જોખમી વીજ વાયરો અંગે અનેકવાર પીજીવીસીએલ સક્ષમ રજૂઆતો કરવામાં આવી હતી. છતાં તંત્ર દ્વારા કોઇ અસરકાર કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોવાનું ત્‍યાં આવેલ ટ્રાન્‍સફોર્મર (ટી. સી.) ખુલ્લી હાલતમાં હોવાના કારણે સતત જોખમ ઉભુ રહેતુ હોવાનું પણ સ્‍થાનિકોએ આક્ષેપ સાથે જણાવ્‍યું હતું.

ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્‍યામાં ગૌસેવકો, સ્‍થાનિક રહેવાસીઓ તથા ગૌપ્રેમીઓ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતાં. ગૌમાતાના મોતને લઇ લોકોમાં વ્‍યાપક શોક સાથે ભારે રોષની લાગણી જોવા મળી રહી હતી. ઘટનાને પગલે વાતાવરણમાં તણાવ ભર્યો માહોલ સર્જાયો હતો.

ત્‍યારબાદ ગૌસેવકો અને સ્‍થાનિકોએ પીજીવીસીએલ કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્‍યો હતો. ત્‍યાં હાજર લોકોએ ‘ગૌમાતા' ના જયઘોષ સાથે ધુન ગાઇ તંત્ર સામે પોતાનો આક્રોશ વ્‍યકત કર્યો હતો.

ગૌસેવકોના દબાણ અને લોકોના ભારે વિરોધને પગલે અંતે અડધી રાત્રે પીજીવીસીએલના અધિકારી કંસાગરા સ્‍થળ પર દોડી આવ્‍યા હતાં. તેમણે ગૌસેવકો અને સ્‍થાનિકોને વિશ્વાસ આપતાં જણાવ્‍યું હતું કે તાત્‍કાલીક અસરથી ટી. સી. નું રીપેરીંગ તેમજ જોખમી વીજ લાઇનોની મરામત કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરાંત વિસ્‍તારના અન્‍ય બાકી પ્રશ્નોનું પણ વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.

(11:43 AM IST)