તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
માંગરોળના ઢેલાણાના પ્રતિક વાળાએ રોયલ્ટી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી માઇન્સ સુપરવાઇઝર તરીકે નિમણૂક મેળવી
ખાણ અને ખનિજ વિભાગમાં સફળતા મેળવી કારડીયા રાજપૂત સમાજ અને ગામનું ગૌરવ વધાર્યું, કર્તવ્યનિષ્ઠા અને મહેનતથી યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા

(નરેશ ગોસ્વામી દ્વારા) માંગરોળ તા.૨૨: જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના ઢેલાણા ગામનું તેમજ કારડીયા રાજપૂત સમાજનું ગૌરવ વધારતી ઘટના સામે આવી છે. ઢેલાણા ગામના વતની પ્રતિક લખમણભાઈ વાળાએ ખાણ અને ખનિજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટરની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી માઇન્સ સુપરવાઇઝર તરીકે નિમણૂક મેળવી છે.
પ્રતિક વાળાએ પોતાની કર્તવ્યનિષ્ઠા, અથાગ મહેનત અને અડગ મનોબળ દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સફળતાથી સમગ્ર કારડીયા રાજપૂત સમાજ તથા ઢેલાણા ગામનું નામ રાજ્યભરમાં રોશન થયું છે. અભ્યાસકાળ દરમિયાન અનેક પડકારોનો સામનો કરીને પણ પ્રતિકે હાર માની ન હતી અને સતત મહેનત દ્વારા લક્ષ્ય સિદ્ધ કર્યું હતું.
પ્રતિક વાળાની આ નિમણૂકને લઈને ઢેલાણા ગામ સહિત સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. ગ્રામજનો અને સમાજના આગેવાનોએ પ્રતિકને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની આ સિદ્ધિને ગામના અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ ગણાવી હતી. સમાજના યુવાનો સરકારી નોકરીમાં જોડાઈને સમાજ અને ગામનું નામ ઉજ્જવળ કરે તેવી લાગણી આગેવાનોએ વ્યક્ત કરી હતી.
પ્રતિક વાળાએ જણાવ્યું કે માતા-પિતાના આશીર્વાદ, ગુરુજનોના માર્ગદર્શન અને સમાજના સહયોગથી આ સફળતા શક્ય બની છે. ભવિષ્યમાં પણ તેઓ પૂરી નિષ્ઠાથી ફરજ બજાવી સમાજસેવા કરતા રહેશે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
