<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

બી.એ.પી.એસ.સ્‍વામિનારાયણ મંદિર અમરેલી દ્વારા તૈયારી

નૂતન વર્ષે સવારે ૮થી સાંજના ૫ સુધી ૧૦૦૦થી વધુ શુધ્‍ધ શાકાહારી વાનગીઓનો મહા અન્નકૂટ યોજાશે

અમરેલી, તા.૪: નૂતન બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર ખાતે ભગવાનશ્રી સ્‍વામિનારાયણની કળપાથી અને પ.પૂ.પ્રમુખસ્‍વામી મહારાજની પ્રેરણાથી અને પ.પૂ. મહંતસ્‍વામી મહારાજના આશીર્વાદથી ભારતીય હિન્‍દુ પરંપરા અનુસાર ૧૦૦૦ કરતા વધુ વાનગીઓનો ભવ્‍ય અન્નકૂટ ઉત્‍સવ આગામી તા.૧૦ મંગળવારના રોજ સવારે ૮ થી સાંજના ૫ સુધી યોજાશે.

આ મહાઅન્નકૂટ ઉત્‍સવમાં ભગવાન શ્રી સ્‍વામિનારાયણ, ભગવાનશ્રી સિતારામ, ભગવાનશ્રી રાધાકળષ્‍ણ, ભગવાનશ્રી લક્ષ્મીનારાયણ, ભગવાનશ્રી શિવ પાર્વતીજી, શ્રી ગણેશજી, શ્રી હનુમાનજી તથા સમગ્ર ગુરૂપરંપરા સમક્ષ મહાઅન્નકૂટ ધરાવી, ભકતો વિશેષ ભકિત અદા કરશે. અન્નકૂટ ઉત્‍સવના દિવસે સવારે ૮ થી સાંજે ૫ સુધી દર બે કલાકે અન્નકૂટ આરતી યોજાશે.

દિપોત્‍સવના પાવન પર્વે તા.૮ નવેમ્‍બર, ૨૦૨૬ના રોજ સાંજે ૫ થી ૭ દરમ્‍યાન અમરેલી શહેરના વેપારીઓ ઠાકોરજી સમક્ષ ચોપડાપૂજન વિધિમાં જોડાશે. જેમાં અમરેલી શહેરના તમામ વેપારીઓને ચોપડા પૂજન વિધિમાં જોડાવવા માટેનું ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. ચોપડા પૂજન બાદ આતશબાજીનો નજારો જોવા મળશે.

આ મહાઅન્નકૂટ ઉત્‍સવમાં જુદા જુદા સેવાના ૩૦ વિભાગોમાં ૫૫૧થી વધુ આબાલ-વળધ્‍ધ સ્‍વયંસેવકો પોતાની સેવા આપશે.અન્નકૂટ ઉત્‍સવને અનુલક્ષીને સમગ્ર મંદિર પરિસરને સુશોભિત કરવામાં આવશે.આ અન્નકૂટ ઉત્‍સવ બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરના સંત નિર્દેશક

પૂ.સાધુચરિત સ્‍વામી, પૂ.વિનયજીવન સ્‍વામી, પૂ.દિવ્‍યસેતુ સ્‍વામી તથા પૂ.યોગવીરસ્‍વામીના માર્ગદર્શન નીચે તમામ હરિભકતો સેવામાં જોડાશે.

ભક્ષ્ય, ભોજય, લેહ્ય, ચોષ્‍ય એમ ચારેય વિભાગની કુલ ૧૦૦૦ વાનગીઓ. જેમાં, ૨૫૧ મીઠાઈ, ૨૦૧ વિવિધ શાક, ૧૫૧ ફરસાણ, ૧૦૧ જયુસ/શરબત, ૧૦૧ બેકરીની આઈટમ, ૫૧ અથાણા, ૫૧ મુખવાસ, ૨૫ પ્રકારની દાળ, ૨૫ પ્રકારના ભાત, ભાખરી/રોટલા/રોટલી/ થેપલા/પરોઠા/ ઢેબરા તથા ડેઝર્ટની અનેકવિધ વાનગીઓ ધરાવવામાં આવશે.

હિન્‍દુ પરંપરાગત શૈલી પ્રમાણે અન્નકૂટ રચવામાં આવશે. પ્રથમ ગોળાકારમાં સખડી એટલે કે મિષ્ટાનો ગોઠવાશે. દ્વિતિય ગોળાકારમાં અનસખડી એટલે કે દાળ, ભાત, કઠોળ વગેરે ગોઠવાશે. મધ્‍યમાં રાંધેલા ચોખાનો ગોવર્ધન પર્વત રચાશે. સેવાના જુદા જુદા ૩૦ વિભાગોમાં ૫૫૧થી વધારે સ્‍વયં સેવકો ૧૦ દિવસ સેવામાં જોડાશે. દિવાળીના વેકેશનનો સદુપયોગ કરીને બાલ-બાલીકા, યુવક-યુવતિઓ સેવામાં જોડાશે. ૧૦,૦૦૦ થી વધુ દર્શનાર્થીઓ શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટેનું શિસ્‍તબધ્‍ધ આયોજન. મંદિર પરિસરમાં સનાતન ધર્મને ઉજાગર કરતા આકર્ષક ફલોટ અને સેલ્‍ફી પોઈન્‍ટ. દર બે કલાકે મહા આરતી થશે. જેમાં શહેર શ્રેષ્ઠીઓની સાથે હરિભકતો જોડાશે. અન્નકૂટ ઉત્‍સવનો પ્રથમ પ્રસાદ અમરેલી શહેરની ૧૨ જેટલી સામાજીક સંસ્‍થાઓ મારફત જરૂરીયાતમંદો સુધી પહોંચાડવામાં આવશે.

(12:04 PM IST)