<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

પોરબંદરમાં ‘‘પૂ.ભાઇશ્રી''ના સાન્નિધ્‍યમાં શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૬ની તડામાર તૈયારી

સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રી રમેશભાઈ ઓઝાની આગેવાનીમા શ્રીરામ માનસ મૂલપાઠ, શ્રીમદ્‌ ભાગવત કથા શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ ધાર્મિક અને મેડીકલ કેમ્‍પ જેવા સેવાકાર્યોનુ આયોજન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢઃ તા.૫,પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્‍ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્‍યમાં ૪૫મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૬ શ્રીરામ માનસ મૂલપાઠ, શ્રીમદ્‌ ભાગવત કથા શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ ધાર્મિક અને મેડીકલ કેમ્‍પ જેવા સેવાકાર્યોથી સંપન્ન થશે.

શ્રીરામ ચરિત માનસ પાઠ અનુષ્ઠાન એવં શ્રીભક્‍તમાલ કથા

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં  આ વર્ષે ૪૫ મો શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવ તારીખ ૧૧/૧૦/૨૦૨૬ થી ૨૦/૧૦/૨૦૨૬ દરમ્‍યાન અનેક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવશે. જેમાં ૧૧/૧૦/૨૦૨૬ થી ૧૯/૧૦/૨૦૨૬ પૂજ્‍ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન પ્રતિદિન સવારે ૮:૩૦ થી દેશ-વિદેશથી પધારેલા ભક્‍તવળંદની સાથે સંગીતમય ‘શ્રીરામચરિતમાનસ' નું મૂળ પારાયણ થશે. શ્રીરામચરિત માનસપાઠના પ્રથમ દિવસે સવારે ૮:૩૦ વાગ્‍યે પોથીયાત્રા સંપન્ન થશે. આ સાથેજ નવરાત્રિ દરમ્‍યાન પ્રતિદિન બપોર બાદ ૩:૩૦ વાગ્‍યેથી પરમ પૂજ્‍ય  બિહારીદાસ ભક્‍તમાલીજી, શ્રીશરણાગત આશ્રમ,  (વળંદાવન) વ્‍યાસાસનથી ‘‘શ્રીભક્‍તમાલ કથા'' ના શ્રવણનો અલભ્‍ય અવસર પ્રાપ્ત થશે. વિશેષતઃ શારદીય નવરાત્રિ અંતર્ગત શ્રીહરિ મંદિરમાં પ્રતિદિન નૂતન ધ્‍વજારોહણ, પૂજન અને શ્રીકરૂણામય માતાજીના અલૌકિક ઝાંખીના દિવ્‍ય દર્શન અને સાયં આરતી અને પ્રાચીન રાસ-ગરબાનું ભવ્‍ય આયોજન થશે. 

શ્રીહરિ મંદિરમાં યોજાનાર વિવિધ વિશેષ મનોરથ

શારદીય નવરાત્રિમાં પૂજ્‍ય ભાઈશ્રીના સાન્નિધ્‍યમાં શ્રીરામચરિતમાનસ અનુષ્ઠાન અને કથાની સાથે શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ સંપન્ન થશે. જેમાં પ્રતિદિન દરેક શિખર પર નુતન ધ્‍વજારોહણ, શ્રી કરુણામયીમાતાનું ષોડશોપચાર પૂજન, દુર્ગા સપ્તશતીપાઠ, મહિષાસુરમર્દિની સ્‍તોત્ર પાઠ, સાડીસેવા, કુમારિકા પૂજન, પુષ્‍પમાલા સેવા, કુંકુમાર્ચન, પ્રતિદિન શળંગારસેવા, દુર્ગાષ્ટમીના દિવસે અન્નકૂટ સેવા, જલપુષ્‍પાભિષેક સેવા, નવ દિવસીય દેવીભાગવત પાઠ, સંપુટીત દુર્ગાસપ્તશતીપાઠ, સિદ્ધ કુંજિકાસ્‍તોત્રપાઠ, શ્રીસૂક્‍તપાઠ જેવા સવિશેષ મનોરથ સંપન્ન થશે. તેમજ આ સાથે પ્રતિદિન સાયંકાળે કરુણામયી માના અલૌકિક દિવ્‍ય ઝાંખીના દર્શન યોજાશે.

દુર્ગાષ્ટમી યજ્ઞ તથા હોમાત્‍મક સુંદરકાંડ યજ્ઞ

તારીખ૧૯/૧૦/૨૦૨૬, સોમવાર ના રોજ હવનાષ્ટમીના પાવન દિવસે શ્રીહરિ મંદિરના વિદ્વાનો ઋષિકુમારો દ્વારા સાંદીપનિ યજ્ઞશાળામાં ‘‘પંચકુંડીય શ્રીદુર્ગાષ્ટમી યજ્ઞ'' સંપન્ન થશે. તેમજ તારીખ ૨૦/૧૦/૨૦૨૬, મંગળવાર વિજયાદશમીના અવસરે સાંદીપનિના ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા યજ્ઞશાળામાં શ્રીરામચરિત માનસપાઠની પૂર્ણાહુતિ સ્‍વરૂપે હોમાત્‍મક સુંદરકાંડ યજ્ઞ કરવામાં આવશે તથા વિજયાદશમીના સવારે શ્રીહરિ મંદિરમાં પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા દ્વારકાધીશજીની ધ્‍વજાજીનું પૂજન થશે તથા બપોરે ૩:૦૦ વાગ્‍યે પૂજ્‍ય ભાઇશ્રી તથા અનુષ્ઠાનમાં આવેલા ભાવિકજનો દ્વારકા જગતમંદિરે ધ્‍વજારોહણ માટે પ્રસ્‍થાન કરશે.

માનવસેવાના યજ્ઞ સમાન વિવિધ મેડીકલ કેમ્‍પ

૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવ- ૨૦૨૬ના પ્રસંગે પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ વિનામૂલ્‍યે માનવ સેવાયજ્ઞ સમા વિવિધ મેડીકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં  ૧.

દંત યજ્ઞ (ડેન્‍ટલ કેમ્‍પ):-

તારીખ ૧૧મી ઓક્‍ટોબર થી તારીખ ૧૯મી ઓક્‍ટોબર સુધી પ્રતિદિન સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે સવારે ૯ થી બપોરે ૧ સુધી શ્રી લાભુભાઈ શુક્‍લ મેમોરિયલ ટ્રસ્‍ટ, ગૌરીદડ, રાજકોટ ના ‘‘જાલંધર બંધ યોગ'' પદ્ધતિના નિષ્‍ણાંત દંતવૈદ્ય શ્રી હર્ષદભાઈ જોશી અને દંતવૈદ્ય શ્રીમતી સરોજ બહેન જોશી અને તેમની ટીમ દ્વારા આ કેમ્‍પ સંપન્ન થશે.

નેત્રમણિ સાથેનો નેત્રયજ્ઞ

તા.૧૭-૧૦-૨૦૨૬, શનિવારના રોજ સાંદીપનિ ખાતે સવારે ૯:૦૦ થી ૧:૦૦ દરમ્‍યાન ખાતે નેત્રમણી સાથેનો નેત્રયજ્ઞ યોજાશે. બ્રહ્મલીન ડોક્‍ટર શિવાનંદ અધ્‍વર્યૂની પ્રેરણાથી દીક્ષિત થયેલ શિવાનંદ મિશન આઈ હોસ્‍પિટલ, વીરનગરના નિષ્‍ણાંત તબીબોની ટીમ દ્વારા દર્દીઓને તપાસવામાં આવશે. બપોર પછી ખાસ બસ દ્વારા વીરનગર લઈ જઈ ત્‍યાં મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી બે દિવસ પછી પોરબંદર પરત મૂકી જવામાં આવશે.

  ફેફસા અને શ્વાસના દર્દોનો કેમ્‍પ

આ કેમ્‍પ તારીખ ૧૭મી ઓકટોબર શનિવારે સવારે ૯ થી બપોરે ૧ વાગ્‍યા સુધી સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે યોજાશે. પલ્‍મોનોલોજી કેમ્‍પમાં સૌરાષ્‍ટ્રના સિનિયર મોસ્‍ટ અને સેવાભાવી પલ્‍મોનોલોજીસ્‍ટ ડો. જયેશભાઈ ડોબરીયા (સિનરજી હોસ્‍પિટલ) રાજકોટ પોતાની ટીમ સાથે માનદ સેવા પૂરી પાડશે. આ કેમ્‍પ દરમિયાન પી.એફ.ટી (પલ્‍મોનરી ફંક્‍શન ટેસ્‍ટ), સી.ટી.સ્‍કેન વગેરે પણ વિનામૂલ્‍યે ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. આ કેમ્‍પના સ્‍પોન્‍સર (મનોરથી) તરીકે શ્રીમાન બજરંગલાલજી તાપડીયા (પૂજ્‍ય દાદાજી) પરિવાર સેવા આપશે.

આંતસ્રાવીગ્રંથીને લગતા રોગોનો કેમ્‍પ

તારીખ ૧૭ સપ્‍ટેમ્‍બર શનિવારના રોજ સવારે ૯ થી બપોરના ૧ સુધી સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે આયોજિત આ કેમ્‍પમાં અમદાવાદના સુપ્રસિદ્ધ સીનીયર એન્‍ડોક્રાઈનોલોજીસ્‍ટ ડો.વિવેક આર્ય તથા તેમની ટીમ દ્વારા માનદ સેવા પૂરી પાડવામાં આવશે.

ઉપરોક્‍ત તમામ મેડીકલ કેમ્‍પસમાં લાભાર્થી દર્દીઓને શારીરિક તપાસ ઉપરાંત તમામ લેબોરેટરી તપાસ (બ્‍લડ-યુરીન), ઈ.સી.જી.(કાર્ડિયોગ્રામ), સોનોગ્રાફી, એક્‍સ-રે, પી.એફ.ટી., સી.ટી.સ્‍કેન વગેરે તમામ તપાસ વિનામૂલ્‍યે કરી આપવામાં આવશે. ઉપરાંત પાંચ દિવસની તર્દ્દીઁફર્ુીશ્વફુ દવાઓનો કોર્સ પણ જરૂરી દર્દીઓને વિનામૂલ્‍યે પૂરો પાડવામાં આવશે. આ તમામ કેમની વધુ માહિતી માટે ૯૪૨૬૧ ૩૩૬૯૧ પર સંપર્ક કરી શકો છો.

સંપૂર્ણ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવના મુખ્‍ય મનોરથી તરીકે ગં. સ્‍વ. કાંતાબહેન સરમણીકલાલ સૂચક, દાર-એ-સલામ, ઈસ્‍ટ આફ્રિકા સેવા આપશે. શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવમાં ભક્‍તિમય વાતાવરણમાં આયોજિત શ્રીરામ ચરિતમાનસ પાઠ અનુષ્ઠાન, કથા શ્રવણ, શ્રીહરિ મંદિરમાં આયોજિત દિવ્‍ય મનોરથ દર્શન અને રાસગરબાનો અમૂલ્‍ય લાભ લેવા માટે સાંદીપનિ પરિવાર જાહેર નિમંત્રણ પાઠવે છે. અનુષ્ઠાન તથા શ્રીહરિ મંદિરના દર્શનાર્થે આવનાર દરેક ભાવિકો માટે બપોરે પ્રસાદનું પણ આયોજન કરેલ છે. દરેક કાર્યક્રમોનું sandipani.tv  યુ-ટયુબ ચેનલ પર લાઈવ ટેલીકાસ્‍ટ કરવામાં આવશે

(11:16 AM IST)