<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

જસદણ નગરપાલિકાના પ્રમુખનું જીવદયાનું બેનમુન કાર્ય સુકાયેલા પાણીમાંથી માછલીઓનું સ્‍થળાંતર કરાવ્‍યું

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ : હજું ચોમાસાનો કોઈ અણસાર ન હોય એટલે નદીઓ સુકાતી જોવા મળી રહી છે ગત ચોમાસામાં બે કાંઠે નદીઓ વહેતી હતી જેમાં હજજારોની સંખ્‍યામાં માછલીઓનું જીવન વ્‍યતીત થતું પણ શહેરના ગોખલાણારોડ રામેશ્વર મંદિર નજીક આડી ભાદરનદીમાં પાણીના જે ખાડાઓ ભર્યા હતાં તે સુકાય જતાં પાણી વગર માછલીઓ તરફડવા મંડી હતી પણ આની જાણ જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્‍દ્રભાઈ છાયાણીને થતાં તેઓએ ફાયર ટીમને બોલાવી જે ખાડાઓમાં માછલી હતી તેનું અન્‍ય પાણીમાં સ્‍થળાંતર કરાવી જીવદયાનું બેનમુન ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી અનેક માછલીઓ બચાવી સો ટકા યોગદાન આપ્‍યું હતું.(

(12:03 PM IST)