<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગુજરાત પ્રવાસ માટે ભાવનગરની સર્વોત્તમ ડેરી ખાતે આયોજન મિટિંગ મળી

તમામ દૂધ મંડળીના પશુપાલકો ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમ ભવ્ય અને દિવ્ય બનાવે તે માટેની માહિતી આયોજન મીટીંગમાં આપવામાં આવી.

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભારતના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી  તા.૩૦ અને ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ ગુજરાતની ઘરતી પર પધારી રહ્યા ત્યારે તેમના સ્વાગત અને આવકાર માટેની આયોજન મીટીંગ સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન  મહેન્દ્રભાઈ પનોત, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જોષી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ  દિગ્વિજયસિંહ ગોહિલ, જીલ્લા રજીસ્ટ્રાર  એ.ડી.દેસાઈ તેમજ સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત તમામ દૂધ મંડળીના કાર્યવાહકોની વિશાળ હાજરીમાં સર્વોત્તમ ડેરી, સિહોર ખાતે મળી.હતી 

તા. ૩૦/૧૦/૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી ના વરદહસ્તે ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ભીલડી, તા. ડીસા, જિ. બનાસકાંઠા ખાતે લોકાર્પણ તેમજ રાષ્ટ્રવ્યાપી પીએમ કિસાન ઉત્સવ મનાવશે. તેમજ તા. ૩૧/૧૦/૨૦૨૬ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમનું ભવ્ય આયોજન થવાનું હોય અને તે અંતર્ગત જીલ્લાની દરેક જિલ્લા પંચાયત સીટનાં બે ગામમાં આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ થવાનું હોય તે માટે સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત તમામ દૂધ મંડળીના પશુપાલકો ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમ ભવ્ય અને દિવ્ય બનાવે તે માટેની માહિતી આયોજન મીટીંગમાં આપવામાં આવી. ઉપસ્થિત દૂધ મંડળીના કાર્યવાહકોને આ માટે વધુમાં વધુ સંખ્યામાં પશુપાલકોને ઉપસ્થિત રાખી આ કાર્યક્રમ નિહાળે તે માટેની હાકલ કરવામાં આવી.

(6:36 PM IST)