News of Sunday, 27th September 2026
કચ્છમાં સગીરા વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરીને ફરાર થયેલ આચાર્યને આણંદના સોજિત્રામાંથી ઝડપી લેવાયો
રાપર પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે આચાર્ય વિપુલ ભાનુભાઈ ગોહિલને ઝડપી પાડ્યો

કચ્છના નીલપર શાળા દુષ્કર્મ કેસમાં પૂર્વ કચ્છ પોલીસએ મોટી કાર્યવાહી કરી છે . દુષ્કર્મ કેસમાં ફરાર આચાર્ય આખરે પોલીસ પકડમાં આવ્યા છે. સગીરા વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના આરોપી આચાર્યની ધરપકડ કરવામાં આવી છે. શાળાના આચાર્ય સામે દુષ્કર્મ અને POCSO હેઠળ ગુનો નોંધાયો હતો. રાપર પોલીસે આચાર્ય વિપુલ ભાનુભાઈ ગોહિલને સોજીત્રાથી ઝડપી પાડ્યો છે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે આરોપી ઝડપાયો છે આણંદના સોજીત્રા તાલુકાના દેવાતલપડ ગામેથી આરોપી ઝડપાયો હતો . રાપર પોલીસ સ્ટેશનમાં BNS અને POCSOની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ SP સાગર બાગમારની સૂચના બાદ કાર્યવાહી. DySP સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
