તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
બાબરા નાલુણકી પ્રાથમિક શાળામાં ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાના ઇનામ વિતરણ

(દિપક કનૈયા) બાબરાઃ લુણકી પ્રાથમિક શાળામાં ‘વિકસિત ભારત : સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ચિત્ર તથા વક્તળત્વ સ્પર્ધાના ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ અમરેલીના ઉપપ્રમુખ જયાબેન ગેલાણી, બાબરા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિરીટભાઈ બગડા, બાબરા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી અનિલભાઈ બગડા, લુણકી ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ કથીરિયા, લુણકીના આગેવાન મધુભાઈ ગેલાણી, લુણકી પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ પટેલ સહિત શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ચિત્ર તથા વક્તળત્વ સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
