<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ગોંડલની મોટી બજારમાં પ્રોફેસરનાં પ૦ હજારના મોબાઇલ ફોનની ઉઠાંતરી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૩ :..  ગોંડલના ધમધમતા મોટી બજાર વેરી દરવાજા વિસ્‍તારમાં ખરીદી કરવા નીકળેલા રાજકોટની આર.કે. યુનિવર્સિટીના આસિસ્‍ટન્‍ટ ઙ્કોફેસરના ખિસ્‍સામાંથી અજાણ્‍યો તસ્‍કર આશરે ઈં ૫૦ હજારની કિંમતનો કીમતી સ્‍માર્ટફોન સેરવીને ફરાર થઈ જવાનો બનાવ સામે આવ્‍યો છે. આ અંગે ઙ્કોફેસરે  સીટી પોલીસ સ્‍ટેશનમાં અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધાવતા પોલીસે મોબાઇલ ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઙ્કાપ્ત વિગત મુજબ ગોંડલની તક્ષશીલા સોસાયટીમાં રહેતા અને રાજકોટ આર.કે. યુનિવર્સિટીમાં આસિસ્‍ટન્‍ટ ઙ્કોફેસર તરીકે નોકરી કરતા વિરેનકુમાર નટવરલાલ પાટડીયા (ઉં.વ. ૫૦) ગત તારીખ ૮ દિવાળી નાં  બપોરના આશરે સાડા ત્રણેક વાગ્‍યે તેમના પત્‍ની જિજ્ઞાબેન સાથે  મોટી બજાર વેરી દરવાજા ચોકના ખૂણે આવેલ સપના સિઝન સ્‍ટોર પાસે ખરીદી કરવા માટે ગયા હતા.

દરમિયાન બજારમાં લોકોની ભારે ભીડ હોય, તેનો લાભ ઉઠાવી કોઈ અજાણ્‍યા શખ્‍સે ઙ્કોફેસરના શર્ટના ઉપરના ખિસ્‍સામાં રાખેલો ઈં ૪૯,૯૯૯ની કિંમતનો શ્નસ્‍શરું સ્‍૪૦ઙ્ખ મોડેલનો સ્‍માર્ટફોન ચાલાકીપૂર્વક કાઢી લીધો હતો.

ઙ્કોફેસર ખરીદીમાં વ્‍યસ્‍ત હતા ત્‍યારે તેમની પાછળ ચાલી રહેલા એક અજાણ્‍યા નાગરિકે બૂમ પાડીને ઙ્કોફેસરને કહ્યું હતું કે, ઙ્કતમારો મોબાઇલ ખિસ્‍સામાંથી પેલો માણસ ચોરીને જતો રહ્યો હોય તેવું લાગે છે.ઙ્ઘ આ સાંભળી ઙ્કોફેસરે તુરંત જ શર્ટના ખિસ્‍સામાં હાથ નાખતા મોબાઇલ ગાયબ જણાયો હતો. દંપતીએ આસપાસની શેરીઓમાં ચોરની ભારે શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્‍યો નહોતો.બાદ માં વિરેનકુમાર પાટડીયાએ  સીટી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ગ્‍ફલ્‍) ની કલમ ૩૦૩(૨) (ચોરી) હેઠળ અજાણ્‍યા તસ્‍કર સામે ગુનો દાખલ કર્યો છે. હેડ કોન્‍સ્‍ટેબલે બનાવ અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે

(11:21 AM IST)