News of Saturday, 18th April 2026
જામનગરમાં પ્રોહિબિશન ડ્રાઈવ: ૪ દરોડામાં દેશી દારૂનો જથ્થો જપ્ત, રૂ. ૬૯,૩૦૦નો મુદ્દામાલ કબજે
સિટી-સી ડિવિઝન પોલીસની કાર્યવાહી: જાગૃતીનગર બાવરીવાસ અને ખોડિયાર કોલોનીમાં રેડ, ૬૦ લીટર દારૂ-૨૭૦ લીટર આથો મળ્યો; ૧ શખ્સ ઝડપાયો, ૩ મહિલા સહિત ૪ આરોપી ફરાર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૮ : જામનગર શહેરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ સિટી-સી ડિવિઝન પોલીસ દ્વારા વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના જાગ્રુતીનગર બાવરીવાસ અને આસપાસના વિસ્તારોમાં થયેલી અલગ-અલગ ૪ રેઇડ દરમિયાન દેશી દારૂ તથા દારૂ બનાવવાના સાધનો સાથે કુલ રૂ. ૬૯,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
*ચાર દરોડાની વિગત*
1. *પ્રથમ બનાવ*: જાગ્રુતીનગર બાવરીવાસ વિસ્તારમાં ગોદાવરીબેન પ્રવિણભાઈ ચૌહાણના ઝૂંપડામાંથી ૧૫ લીટર દેશી દારૂ, ૧૧૦ લીટર કાચો આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૫,૯૦૦નો મુદ્દામાલ જપ્ત થયો. આરોપી મહિલા સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી.
2. *બીજો બનાવ*: ખોડિયાર કોલોની વિસ્તારમાં ગુજરીબેન રણછોડભાઈના રહેણાંકમાંથી ૫ લીટર દારૂ અને ૮૦ લીટર કાચો આથો મળી કુલ રૂ. ૩,૨૦૦નો મુદ્દામાલ જપ્ત થયો. આરોપી મહિલા હાજર મળી નહોતી.
3. *ત્રીજો બનાવ*: આ જ વિસ્તારમાં આરતીબેન શુકલભાઈ વઢીયારના ઝૂંપડામાંથી ૧૦ લીટર દારૂ તથા ૮૦ લીટર આથો મળી કુલ રૂ. ૪,૨૦૦નો મુદ્દામાલ જપ્ત થયો. આ કેસમાં પણ આરોપી ફરાર છે.
4. *ચોથો બનાવ*: સત્યમ કોલોની નજીક જાહેરમાં મોટરસાયકલ પર દેશી દારૂ લઈને જતા સોમુભાઈ સગાભાઈ રવશી ચારણ (ઉં.વ. ૨૫)ને પોલીસે ઝડપી પાડ્યો. તેની પાસેથી ૩૦ લીટર દારૂ તથા વાહન મળી કુલ રૂ. ૫૬,૦૦૦નો મુદ્દામાલ જપ્ત થયો. તેનો સાથી રવિભાઈ બાવરી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
આ તમામ બનાવોમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
