News of Friday, 27th November 2026
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય પાસેની ડમ્પિંગ સાઇટનો વિરોધ:વિદ્યાર્થીઓ અને વાલીઓએ રેલી યોજી: કલેક્ટર કચેરીએ ધરણાં કર્યા
તાત્કાલિક ડમ્પિંગ સાઇટ દૂર કરવાની માગ:જ્યાં સુધી ડમ્પિંગ સાઇટ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાળાએ નહીં મોકલવાની વાલીઓએ ચીમકી ઉચ્ચારી

બોટાદની જવાહર નવોદય વિદ્યાલય પાસે આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટનો વિવાદ વકર્યો છે. ડમ્પિંગ સાઇટ દૂર કરવાની માગ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ કલેક્ટર કચેરીએ ધરણાં કરી રજૂઆત કરી હતી.
વાલીઓનો આક્ષેપ છે કે ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગના કારણે ફેલાતા ઝેરી ધુમાડાથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર અસર થઈ રહી છે અને બાળકો બીમાર પડી રહ્યા છે. આથી તાત્કાલિક ડમ્પિંગ સાઇટ દૂર કરવાની માગ કરવામાં આવી છે. જ્યાં સુધી ડમ્પિંગ સાઇટ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાળાએ નહીં મોકલવાની વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
