News of Thursday, 18th June 2026
ભારત-ઓમાન રીફાઇનરી પાઇપલાઇન કામગીરી સામે મુળી તાલુકાના ખેડૂતોમાં વિરોધ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૮: મૂળી તાલુકાનાં ધર્મેન્દ્રગઢ, સોમાસર ઉમરડા સહિતનાં ગામોમાં બે મહિનાથી ભારત ઓમાન રીફાઇનરી દ્વારા પાઇપલાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આ કામગીરીમાં ખેડુતોને કોઇપણ જાતનાં વિશ્વાસમાં લીધા વગર અને સહમતી વગર પાઇપલાઇન નાંખવામાં આવતી હોવાથી ધર્મેન્દ્રગઢ ગામનાં ખેડુતો વિરોધ નોંધાવી રહ્યા છે.
જીલ્લા નાયબ કલેકટરને લેખિત રજુઆત કરી જણાવાયુ છે કે હાલમાં ચાલી રહેલ પાઇપલાઇનની કામગીરીમાં આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યુ છે, ખેડુતોને જો યોગ્ય વળતર મળશે તો જ ખેડુતો સહી કરશે. ભારે વાહનોનાં કારણે જમિન ખરાબ થતી હોવાથી અને માટી ખોદકામથી ફળદ્રુપતા ધટતી હોવાનું જણાવાયુ છે.
આ અંગે સ્થાનિક ખેડુતો વાસુદેવભાઇ માતરીયા, મગનભાઇ, સુરેશભાઇ સહિત ખેડુતોએ જણાવ્યુ હતુ કે હાલ વાવણીનો સમય છે તેમ છતા અધુરા કામથી ખેડુતો વાવણી કરી શકતા નથી. જો ટુંક સમયમાં કામગીરી પુર્ણ નહી કરવામાં આવે તો ખેડુત કંઇ પણ કરશે તો તેની જવાબદારી તંત્રની રહેશે તેમ લેખિતમાં જણાવાયુ છે
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
