<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્‍ટ ફરજિયાત બનાવવા જનજાગૃતિ અભિયાનની જરૂર રામદેવભાઇ મોઢવાડિયા

પોરબંદર હેલ્‍થ એજયુકેશન ટ્રસ્‍ટ : આરોગ્‍ય વિભાગ સામાજિક સંસ્‍થાઓ અને ટ્રસ્‍ટો દ્વારા સેમિનાર કેમ્‍પ બ્‍લડ ડોનેશન ડ્રાઇવ અને માર્ગદર્શન કાર્યક્રમોના આયોજનથી થેલેસેમિયા પ્રત્‍યેનો ભય અને અજ્ઞાનતા યુવક-યુવતીઓમાં દુર થઇ શકે

(પરેખ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧: વિશ્વભરમાં દર વર્ષે ૮ મે ના રોજ ‘‘વિશ્વ થેલેસેમિયા દિવસ'' ઉજવવામાં આવે છે.આ દિવસ ઉજવવાનો મુખ્‍ય હેતુ થેલેસેમિયા જેવા ગંભીર આનુવંશિક રોગ વિશે લોકોને જાગળત બનાવવાનો, સમયસર તપાસનું મહત્‍વ સમજાવવાનો અને થેલેસેમિયા પીડિત બાળકો તથા તેમના પરિવારજનોને માનસિક અને સામાજિક સહારો આપવાનો છે. આધુનિક જીવનશૈલી, વધતા આરોગ્‍ય પ્રશ્‍નો અને અજ્ઞાનતાના કારણે આજે પણ અનેક પરિવારો થેલેસેમિયા જેવી ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે.

થેલેસેમિયા એ માત્ર એક રોગ નથી પરંતુ આખા પરિવાર માટે જીવનભરનો સંઘર્ષ બની જાય છે.જો લગ્ન પહેલાં યુવક-યુવતી થેલેસેમિયા ટેસ્‍ટ કરાવે તો આ રોગને મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે. સમાજમાં જાગળતિ વધે અને દરેક વ્‍યક્‍તિ પોતાની જવાબદારી સમજે તો આવનારી પેઢીને થેલેસેમિયા મુક્‍ત બનાવી શકાય છે.

થેલેસેમિયા એક આનુવંશિક રક્‍તરોગ છે,જેમાં શરીરમાં હિમોગ્‍લોબિન યોગ્‍ય માત્રામાં બનતું નથી. હિમોગ્‍લોબિન લોહીમાં ઓક્‍સિજન પહોંચાડવાનું મહત્‍વનું કાર્ય કરે છે.જ્‍યારે શરીરમાં પૂરતું હિમોગ્‍લોબિન ન બને ત્‍યારે દર્દીને કમજોરી, થાક, પીળાશ, શ્વાસમાં તકલીફ અને વિકાસમાં અડચણ જેવી સમસ્‍યાઓનો સામનો કરવો પડે છે.આ રોગ માતા-પિતાથી બાળકોમાં વારસાગત રીતે ફેલાય છે.જો માતા અને પિતા બંને થેલેસેમિયા માઇનર હોય તો બાળકને થેલેસેમિયા મેજર થવાની શકયતા વધી જાય છે. થેલેસેમિયા મેજર ધરાવતા બાળકને જીવનભર નિયમિત લોહી ચઢાવવું પડે છે.

ભારતમાં દર વર્ષે હજારો બાળકો થેલેસેમિયા સાથે જન્‍મે છે. આરોગ્‍ય નિષ્‍ણાતોના જણાવ્‍યા મુજબ દેશમાં લાખો લોકો થેલેસેમિયા માઇનર હોવા છતાં અજાણ છે.ગામડાં અને નાના શહેરોમાં જાગળતિનો અભાવ હોવાને કારણે ઘણા લોકો સમયસર તપાસ કરાવતા નથી.વિશેષજ્ઞોના મત મુજબ લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્‍ટ ફરજિયાત બને તો આ રોગને નિયંત્રણમાં લાવી શકાય છે અનેક સામાજિક અને આરોગ્‍ય સંસ્‍થાઓ દ્વારા આજે પણ સ્‍કૂલ-કોલેજો, હોસ્‍પિટલ અને જાહેર સ્‍થળોએ થેલેસેમિયા અંગે જાગળતિ અભિયાન ચલાવવામાં આવે છે.

થેલેસેમિયા મેજર ધરાવતા બાળકો માટે નિયમિત બ્‍લડ ટ્રાન્‍સફયુઝન જીવનદાયી સાબિત થાય છે.ઘણા બાળકોને દર ૧૫ થી ૨૦ દિવસે લોહી ચઢાવવાની જરૂર પડે છે.તેથી બ્‍લડ ડોનેશનનું મહત્‍વ ખૂબ વધી જાય છે.

સમાજમાં સ્‍વૈચ્‍છિક રક્‍તદાનની ભાવના વિકસે તે સમયની સૌથી મોટી જરૂરિયાત છે.યુવાનો, સામાજિક સંસ્‍થાઓ અને સેવાભાવી લોકો દ્વારા આયોજિત બ્‍લડ ડોનેશન કેમ્‍પ થેલેસેમિયા પીડિત બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. એક વ્‍યક્‍તિ દ્વારા આપવામાં આવેલું રક્‍ત કોઈ બાળકને નવું જીવન આપી શકે છે.

થેલેસેમિયા પીડિત બાળકો માટે નિયમિત રક્‍ત ઉપલબ્‍ધ રહે તે માટે વધુમાં વધુ લોકો રક્‍તદાન માટે આગળ આવે તે જરૂરી છે.રક્‍તદાન મહાદાન છે અને તેનાથી અનેક પરિવારોના ચહેરા પર ખુશી લાવી શકાય છે.

આજે વૈજ્ઞાનિક યુગમાં થેલેસેમિયાની સરળ અને સસ્‍તી તપાસ ઉપલબ્‍ધ છે.એક સામાન્‍ય બ્‍લડ ટેસ્‍ટ દ્વારા વ્‍યક્‍તિ થેલેસેમિયા માઇનર છે કે નહીં તેની જાણ થઈ શકે છે. છતાં અજ્ઞાનતા અને બેદરકારીને કારણે ઘણા લોકો ટેસ્‍ટ કરાવતા નથી.

ડોક્‍ટરો અને આરોગ્‍ય નિષ્‍ણાંતો સતત સમજાવી રહ્યા છે કે લગ્ન પહેલાં યુવક-યુવતી બંનેએ થેલેસેમિયા ટેસ્‍ટ કરાવવો જોઈએ. જો બંને માઇનર હોય તો યોગ્‍ય તબીબી સલાહ લેવી જરૂરી બને છે. આ પ્રકારની સાવચેતીથી અનેક બાળકોને થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી બચાવી શકાય છે.

થેલેસેમિયા પીડિત બાળકનું જીવન સામાન્‍ય બાળકો કરતા અલગ હોય છે. વારંવાર હોસ્‍પિટલ જવું, લોહી ચઢાવવું, દવાઓ લેવી અને શારીરિક તકલીફો વચ્‍ચે અભ્‍યાસ તથા જીવન જીવવું બાળક અને પરિવાર બંને માટે પડકારરૂપ બને છે. 

 

(1:32 PM IST)