તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 19th September 2026
આઈ.ટી.આઈ. જામનગર ખાતે ‘નશા મૂક્ત ભારત અભિયાન' અંતર્ગત જન જાગળતિ
નશાબંધી અને આબકારી ખાતાના સહયોગથી તાલીમાર્થીઓ માટે વક્તળત્વ સ્પર્ધા અને વ્યસનમુક્તિ શપથ ગ્રહણ સમારોહ યોજાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃ તા.૧૯,ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગર ખાતે ‘નશા મુક્ત ભારત અભિયાન' અંતર્ગત નશાબંધી અને આબકારી ખાતાના સહયોગથી નશાબંધી નીતિ અંગેના પ્રચાર-પ્રસાર અને જન જાગળતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે SOG શાખાના કુલદીપસિંહ સોઢા તથા નશાબંધી અને આબકારી વિભાગના સબ ઇન્સ્પેક્ટર ઝેડ. એફ. સિંધી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ નીતિઓ, કાયદાઓ, યોજનાઓ અને અભિયાનો વિશે વિસ્તળત માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત, વ્યસનથી થતા શારીરિક તથા સામાજિક નુકસાન અને બીમારીઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરી જાગળત કરવામાં આવ્યા હતા, તેમજ તાલીમાર્થીઓને સમાજમાં અન્ય નાગરિકોને પણ વ્યસનમુક્તિ અંગે જાગ્રત કરવા પ્રોત્સાહિત કરાયા હતા.
કાર્યક્રમના ભાગરૂપે હાજર તાલીમાર્થીઓ માટે એક વિષયાનુકૂળ વક્તળત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્કળષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ વિજેતાઓને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતમાં, ઉપસ્થિત તમામ તાલીમાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા વ્યસનમુક્તિ માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સમૂહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું ઉત્સાહભેર સમાપન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના આચાર્યશ્રી આર. એસ. ત્રિવેદીની અધ્યક્ષતામાં સુચારુ રૂપે પૂર્ણ થયું હતું.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
