તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
લાલપુર પોલીસ સ્ટેશનના બાઘલા ગામમા મોટા પીરની દરગાહ સામે જાહેરમા જુગાર રમતા સાત જુગારીઓને પોલીસે ઝડપી લીધા
બાઘલા ગામમા આવેલ મોટા પીરની દરગાહ સામે ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી જુગારીઓને ઝડપ્યા

જામનગર : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નીર્લીપ્ત રાય (IPS) નાઓના પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેશો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા ડો.રવી મોહન સૈની (IPS) નાઓએ જામનગર જિલ્લામાથી દારૂ-જુગારની પ્રવુતી નાબુદ કરવા અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામા આવેલ હોય તેમજ લાલપુર વીભાગ મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતીભા સાહેબ ના માર્ગદર્શન મુજબલાલપુર પો.સ્ટે.ના (I/C)પોલીસ ઇન્સપેકટર એસ.પી. ગોહીલની સુચના મુજબ સ્ટાફના માણસો લાલપુર પો.સ્ટે. વિસ્તારમા જુગાર તથા પ્રોહી ના કેશો શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન લાલપુર પો.સ્ટે.ના પો. હેડ કોન્સ મનહરસિંહ નરેંદ્રસિંહ જાડેજાનાઓને મળેલ બાતમીના આધારે બાઘલા ગામમા આવેલ મોટા પીરની દરગાહ સામે ખુલ્લા પટમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી-રમાડી પૈસાની હારજીત કરતા કુલ-૬ આરોપી ઉપર રેઇડ કરી તેની પાસેથી રેઇડ દરમ્યાન રોકડ રૂપિયા ૧૬૫૪૦/- તથા ગંજીપતા ના પાના નંગ પર કિ.રૂ 00/00 એમ કુલ મુદામાલ કિ.રૂ ૧૬૫૪૦/ સાથે પકડી આરોપીઓ વિરુધ્ધમા પોલીસ હેડ કોન્સ એસ.પી. જાડેજા નાઓએ જુગારધારા કલમ ૧૨ મુજબ ની કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
આરોપીઓના નામ:(૧)વીશાલભાઇ અરવીંદભાઇ રૂપાપરા જાતે પટેલ ઉ.વ.૩૬ ધંધો.ખેતી રહે.બાઘલા ગામ તા.લાલપુર જી.જામનગર તથા (૨)રમેસભાઇ બાબુભાઇ ભટ્ટી જાતે.વાણંદ ઉ.વ.૫૨ ધંધો.વાણંદ કામ રહે.બાઘલા ગામ તા.લાલપુર જી.જામનગર તથા (3)બસીરભાઇ ઓસમાણભાઇ નાઇ જાતે.સંધી ઉ.વ.૪૦ ધંધો-ખેતી રહે.બાઘલા ગામ તા.લાલપુર જી.જામનગર તથા (૪) કરણાભાઇ મેઘાભાઇ ખાટરીયા જાતે.ભરવાડ ઉ.વ.૪૫ ધંધો.ખેતી રહે.બાઘલા ગામ તા.લાલપુર જી.જામનગર (૫)કારાભાઇ હાજીભાઇ સમા જાતે.સંધી ઉ.વ.૪૨ ધંધો.ડ્રાઇવિંગ રહે. ખટીયા ગામ તા.લાલપુર જી.જામનગર (૬)રઘુભાઇ આંબાભાઇ બોસરીયા જાતે ભરવાડ ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે.રક્કા ગામ તા.લાલપુર જી.જામનગર (૭) રહીમ હોથીભાઇ નાઇ જાતે.સંધી ઉ.વ.૨૩ ધંધો…ખેતી રહે.ખટીયા ગામ તા.લાલપુર જી.જામનગર
આ કામગીરી લાલપુર પો.સ્ટે.ના (I/C)પોલીસ ઇન્સપેકટર એસ.પી. ગોહીલ તથા પોલીસ હેડ કોન્સ મનહરસિંહ એન.જાડેજા તથા પોલીસ હેડ કોન્સ એસ.પી. જાડેજા તથા પો.કોન્સ વીપુલ એલ. કોટા નાઓના દ્વારા કરેલ છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
