<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

કોન્‍ટ્રાક્‍ટરની અણઆવડત અને નબળા આયોજનથી રસ્‍તા બાબતે હળવદની જનતા પરેશાનઃ તંત્ર મૌન

(દીપક જાની દ્વારા ) હળવદ,તા.૧૧: શહેરમાં વિકાસના નામે ચાલતી કામગીરી અત્‍યારે રહીશો અને વેપારીઓ માટે આફતરૂપ બની છે. કોન્‍ટ્રાક્‍ટરની અણઆવડતને કારણે શહેરના મુખ્‍ય બજારો અને માર્ગો પર આડેધડ ખોદકામ કરી દેવામાં આવ્‍યું છે.

હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. તેમ છતાં બ્રાહ્મણ  ની ભોજન શાળા રોડ  રસ્‍તાઓ ખોદી નાખવામાં આવતા વેપારીઓનો ધંધો ચોપટ થયો છે. વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે.

 એક દિવસ પેહલા રાત્રે લગભગ ૧૧ વાગ્‍યે લોકોના આક્રોશને કારણે રેલવે સ્‍ટેશન રોડ નો માર્ગ તાત્‍કાલિક ખુલ્‍લો કરવો પડ્‍યો હતો. આ સમયે પાલિકાના સભ્‍ય હાજર હોવા છતાં મૌન રહ્યા, જે તંત્રની ઉદાસીનતા દર્શાવે છે.

શહેરીજનોનો આક્ષેપ છે કે કેટલાક નેતાઓ માત્ર સોશિયલ મીડિયા પર ફોટા અને લાઈક્‍સ મેળવવામાં વ્‍યસ્‍ત છે, જ્‍યારે વાસ્‍તવિકતામાં લોકો હેરાન થઈ રહ્યા છે. એક રસ્‍તાનું કામ પૂર્ણ થયું નથી ત્‍યાં ભોજનશાળા પાસે વધુ ખોદકામ શરૂ કરી દેવાતા અંધાધૂંધી વધી છે.

લોકોએ તંત્રને સ્‍પષ્ટ ચીમકી આપી છે કે  લોકો ને પડતી મુશ્‍કેલી નું તાત્‍કાલિક આયોજન સાથે સમયસર કામ પૂરું કરી ને  વિકાસકામ પૂર્ણ કરવામાં આવે . હાલ મુખ્‍ય રસ્‍તાઓ નું ગોકળ ગાય ની ગતિ એ કામ ચાલતું હોય હજારો લોકો અને દુકાનદારો પારાવાર મુશ્‍કેલી મા મુકાઈ રહ્યા છે.

(10:52 AM IST)