તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
અમરેલી લેટરકાંડમાં જાહેરમાં સરઘસને માનવ અધિકાર ઉલ્લંઘન ગણાવાયું : પાયલ ગોટીને 7.50 લાખ વળતરનો આદેશ અપાયો
અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને જાહેરમાં સરઘસ કાઢવાના મામલે મહત્વપૂર્ણ નિર્ણય

અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીની ધરપકડ બાદ જાહેરમાં સરઘસ કાઢવાના મામલે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા આ સમગ્ર ઘટનાને માનવ અધિકારનું ઉલ્લંઘન ગણાવવામાં આવી છે. મામલે હિયરિંગ બાદ ગુજરાત સરકારને પાયલ ગોટીને 7.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની 3 જજની બેન્ચ સમક્ષ સમગ્ર મામલે હિયરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી. પાયલ ગોટીની ધરપકડ અને ત્યારબાદ જાહેરમાં સરઘસ કાઢવાની ઘટનાને લઈને માનવ અધિકારના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
સુનાવણી બાદ પાયલ ગોટીની ધરપકડ અને જાહેરમાં સરઘસ કાઢવાની કાર્યવાહીને માનવ અધિકારના ઉલ્લંઘન સાથે જોડવામાં આવી છે. આ મામલે થયેલા માનવ અધિકારના ઉલ્લંઘન બદલ ગુજરાત સરકારને વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
NHRC દ્વારા ગુજરાત સરકારને પાયલ ગોટીને 7.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને જાહેરમાં સરઘસ કાઢવાના મામલે આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આદેશ બાદ સમગ્ર ઘટનાક્રમ ફરી ચર્ચામાં આવ્યો છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
