News of Wednesday, 4th November 2026
પૂજ્ય મહંત સ્વામી મહારાજની ગોંડલનાં અક્ષર મંદિર ખાતે પધરામણી
પૂ, મહંત સ્વામી મહારાજ આગામી 14 નવેમ્બર સુધી ગોંડલમાં બિરાજમાન રહીને હરિભક્તોને સત્સંગ લાભ આપશે.

બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 4 નવેમ્બર 2026, બુધવારના રોજ ગોંડલ અક્ષર મંદિર ખાતે પધાર્યા છે. દીપાવલી અને નૂતન વર્ષના પવિત્ર પર્વોની ઉજવણીના ભાગરૂપે તેઓની આ દિવ્ય પધરામણી થઈ છે. સ્વામીશ્રી આગામી 14 નવેમ્બર 2026 સુધી ગોંડલમાં બિરાજમાન રહીને હરિભક્તોને સત્સંગ લાભ આપશે
મહંત સ્વામી મહારાજના આગમનને વધાવવા માટે સૌરાષ્ટ્રભરના હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નૂતન ગુરુકુળથી લઈને અક્ષરઘાટ સુધી યુવાનો દ્વારા એક ભવ્ય બાઈક રેલી યોજીને પૂજ્ય સ્વામીશ્રીનું સામૈયું અને ભાવભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
