<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

ખંભાળીયામાં ગંદકી મુદે તાત્‍કાલીક નિરાકરણ લાવવા પુનમબેન માડમની ચેતવણી

પાલિકાના હોદેદારો અને અધિકારીઓના કલાસ લેતા સાંસદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૪ :.. પાલિકા વિસ્‍તારમાં ડોર ટુ ડોર કચરા કોન્‍ટ્રાકટ બંધ થતાં તથા ગંદકી અને ઉકરડા જેવી ખંભાળીયા જેવા જિલ્લાના વડા મથકમાં આવી સ્‍થિતિ હોય તાજેતરમાં ખંભાળીયા આવેલા સાંસદ પૂનમબેન માડમ વોર્ડ નં. ૮ ના એક વિસ્‍તારમાં એક તબીબને ઘેર જતાં તેમની શેરીઓમાં ગંદકી જોઇને તથા સીનીયર મહીલાઓ દ્વારા ગંદકી તથા કચરો ઉપાડવા ના આવતા પાલિકા તંત્રની ગંભીર ફરીયાદો કરતા કડક કાર્યવાહી માટે જાણીતા સાંસદ પુનમબેન માડમે તુરત જ તેમના નિવાસ સ્‍થાને ખંભાળીયા પાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓનો કલાસ લઇને તાકીદે યોગ્‍ય કરવા સ્‍પષ્‍ટ ચેતવણી આપી હતી.

ધારાસભ્‍ય મુળુભાઇ બેરાએ પણ પાલિકા સદસ્‍યો તથા હોદેદારો અને સ્‍ટાફ અધિકારીઓનો કલાસ લીધો હતો અને તાકીદે યોગ્‍ય કાર્યવાહી કરવા જણાવેલ તે પછી સાંસદે કલાસ લીધો છે. 

 

(1:37 PM IST)