<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરમાં "પૂ.ભાઇશ્રી"રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી રાધાષ્ટમીનો ઉત્સવ ઉજવાયો

શ્રી રાધાનામનું સંકીર્તન, સાંધ્ય આરતી,શ્રી રાધાજીનું વિધિવત્ પૂજન, પુષ્પો દ્વારા અભિષેક, બધાઈ ગીત, સંકીર્તન, રાસગરબા, ઉત્સવની આરતી સહિતમા સાંદીપનિ પરિવારના અતિથિઓ, પોરબંદર શહેરના ભાવિકોલઋષિકુમારો ઉપસ્થિત

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૦ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરમાં "પૂ.ભાઇશ્રી"રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી રાધાષ્ટમીનો ઉત્સવ બધાઈગીત અને સંકીર્તન સાથે ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો.

             રાધાષ્ટમીના પાવન પર્વ પર શ્રી હરિ મંદિરમાં વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાંજે ૬:૦૦ થી ૭:૦૦ દરમ્યાન શ્રી રાધાનામનું સંકીર્તન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ૭:૦૦ થી ૭:૩૦ સાંધ્ય આરતી સંપન્ન થઈ હતી. ૭:૩૦ થી ૮:૦૦ દરમિયાન શ્રીરાધાજીનું વિધિવત્ પૂજન, પુષ્પો દ્વારા અભિષેક, બધાઈગીત, સંકીર્તન તેમજ રાસગરબા સાથે આનંદ અને  ઉલ્લાસપૂર્વક  રાધાષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્સવની આરતી સંપન્ન કરવામાં આવી હતી. આ ઉત્સવમાં સાંદીપનિ પરિવારના અતિથિઓ, પોરબંદર શહેરથી ભાવિકો અને ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા. 

                "પૂ.ભાઇશ્રી"રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી

શ્રી હરિ મંદિરમાં રાધાષ્ટમીના વિશેષ પર્વ સાંજે ૪:૩૦થી ૮:૦૦ દરમિયાન શ્રીરાધાકૃષ્ણ ભગવાનના વિશેષ દર્શન યોજાયા હતા.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(9:41 AM IST)