News of Tuesday, 27th October 2026
દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના નિર્ણયને આવકારતા રાઘવજીભાઇ પટેલ

(મુકુંદ બદીયાની દ્વારા) જામનગર, તા.૨૭: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ સહિત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. સરકારના આ નિર્ણયને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે આવકાર્યો છે અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુકસાની સહાય, પશુઓ માટે ઘાસચારો અને અછત મેન્યુઅલ મુજબની અન્ય રાહતો ઝડપથી ઉપલબ્ધ થાય તેવી આશા પૂર્વ રાજયમંત્રી રાધવજીભાઇ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.(
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
