તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Monday, 14th September 2026
રાજકોટ ખનિજ ખાતાના માંગરોળના દિવાસા ખાતે દરોડાઃ ગેરકાયદે ખનન ઝડપાયું
કાર્યવાહી દરમિયાન હિટાચી મશીન, ટ્રક, ટ્રેકટર સહિતની ૯૦ લાખની મશીનરી જપ્ત

માંગરોળ, તા.૧૪: તાલુકાના દિવાસા ખાતે ગેરકાયદેસર બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનન/વહન સામે ફ્લાઇંગ સ્ક્વોડ, રાજકોટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
વિગત મુજબ તા.૧૩ના રોજ પી.જી. પોર્ટલ પર પ્રાપ્ત ફરિયાદના અનુસંધાને ફ્લાઇંગ સ્ક્વોડ, રાજકોટના અંકિત ભટ્ટની ટીમ દ્વારા મોજે દિવાસા, તા. માંગરોળ, જિ. જૂનાગઢ ખાતે આકસ્મિક સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સ્થળ તપાસ દરમિયાન બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનિજનું ગેરકાયદેસર ખનન/વહન થતું હોવાનું પ્રાથમિક રીતે ધ્યાને આવતા અલગ-અલગ ૦૬ ખાડાઓ ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન ૦૧ હિટાચી મશીન, ૦૧ ટ્રક, ૦૩ ટ્રેક્ટર તથા ૧૫ ચકડીઓ કબ્જે કરવામાં આવ્યા હતા.
આ તમામ સાધન-સામગ્રી, વાહનો તથા મશીનરીને પ્રવર્તમાન નિયમોની જોગવાઈ અનુસાર સીલ/જપ્ત કરી માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે.
જપ્ત કરવામાં આવેલી મશીનરી તથા વાહનોની અંદાજિત કુલ કિંમત રૂ. ૯૦ લાખ જેટલી થાય છે. સમગ્ર મામલે લાગુ પડતા ખાણ-ખનિજ સંબંધિત નિયમોની જોગવાઈઓ અનુસાર આગળની નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
