<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

રાણાવાવ પાસે બરડામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડોઃ ૧ર૦ લીટર દારૂ તથા ર૦૦ લીટર આથો ઝડપાયો

દરોડા દરમિયાન આરોપી ભોજા ભુરાભાઇ કટરા નાસી ગયોઃ ભઠ્ઠીના સાધનો સહિત ૩૧૭૭પ નો મુદામાલ જપ્‍ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.ર૭, રાણાવાવ પાસે બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે દરોડો પાડી ૧ર૦ લીટર તૈયાર દારૂ અને ર૦૦ લીટર આથો પકડી પાડયો હતો. આ દરોડા દરમિયાન આરોપી ભોજા ભૂરાભાઇ કટરા નાસી ગયો હતો.

બાતમીના આધારેબરડા ડુંગર વિજફાડીયાનેશ થી પુર્વે આશરે  ૦૧ કિ.મી. દુર પીરીયાધુના જરમાં  રેઇડ કરતા ભોજા ભુરાભાઇ કટારા રહે.વિજફાડીયાનેશ તા.રાણાવાવ  વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને  વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્‍ટે.માં પ્રોહીબિશનનો ગુન્‍હોદાખલ કરેલ છે.  દેશી દારૂની ભઠ્ઠીથી દેશી દારૂ ૧ર૦ લીટર તથા દારૂ બનાવવાનો આથો લીટર ર૦૦ ભઠ્ઠીના સાધનો મળી   કુલ કિ.રૂ. ૩૧,૭૭૫નો મુદામાલ પોલીસને મળ આવ્‍યો હતો.

દારૂ દરોડાની  કામગીરી રાણાવાવ પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. બી.જી.ડાંગર   તથા પો.સબ.ઇન્‍સ.  આર.વી.મોરી તથા પો.હેડ.કોન્‍સ. બી.જે.દાસા, તથા એ.કે.લુવા તથા પો.કોન્‍સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઈ તથા ફોરેસ્‍ટ ગાર્ડ ડી.બી.ઓડેદરા દ્વારા કરવામાં આવેલ હતી

(1:25 PM IST)