News of Thursday, 9th July 2026
વેરાવળમાં જુગારધામમાં દરોડોઃ ટોળાએ ઘેરી લેતા પોલીસનું ફાયરીંગ
મોટા કોળીવાડા વિસ્તારમાં એસ.એમ.સી.ના પી.એસ.આઇ. સીસોદીયાની ટીમે દરોડો પાડતા લોકોએ વિરોધ કર્યોઃ આખા વિસ્તારમાં લાઇટ બંધ કરાવી દીધીઃ ૧૫ કલાક થવા છતા હજુ કોઇ ફરિયાદ થઇ નથી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૯: વેરાવળ મોટા કોળી વાડા માં એસ.એમ.સી દ્વારા સૌથી મોટા જુગાર ધામ ઉપર દરોડો પાડતા ૨૦૦ ના ટોળાએ પોલીસને ધેરાવ કરી લીધો હતો અને બંધક બનાવી દીધા હતા. બેફામ બનેલા જુગારીઓએ હુમલાનો પ્રયાસ કરતા પી.એસ.આઈએ બે રાઉન્ડ ફાયરીગ કર્યા હતા. દરોડા વખતે આખા વિસ્તારમાં લાઈટો અચાનક બંધ થઇ હોવાનું ચર્ચાઇ રહયુ છે. સ્થળ ઉપર થી પોલીસે રોકડ ,મોબાઈલ,જુગાર સાહીત્ય કબજે કરેલ હતું રાત્રે ૧૦ વાગ્યા ના બનાવ ની ૧૫ કલાક બાદ પણ પોલીસમાં સતાવાર ફરીયાદ નોધાયેલ નથી તેમ પી.એસ.ઓએ જણાવેલ હતું.
પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળ શહેર ના અનેક નામચીન વિસ્તારોમાં કરોડો નો જુગાર રમાય રહેલ છે કોઈ રોકી શકતું નથી આ વિસ્તારોમાં જુગારીઓનો મેળો ભરાઈ છે કરોડો રૂપીયાનો હારજીત થાય છે જે બાતમીના આધારે ફકત એકજ વિસ્તાર મોટા કોળી વાડા માં એસ.એમ.સી ના પીએસઆઈ તથા તેમની ટીમે કાલે રાત્રે ૧૦ થી ૧૦.૩૦ ના અરસામાં ખાનગી વાહન માં તેમજ સાદા ડ્રેસ માં આવીને ધમધમતા જુગારધામ જે ધેરી લેતા વાતાવરણ મા ઉગ્રતા આવેલ હતી. પોલીસને ૨૦૦ ના ટોળાએ બંધક બનાવેલ હોવાનું ચર્ચાઇ રહયુ છે.
સ્થળ ઉપરના જુગારીઓએ પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરતા પી.એસ.આઈ સીસોદીયાએ પોતાની રીવોલ્વર માંથી બે રાઉન્ડ ફાયરીગ પણ કરેલ હતું. દરોડા દરમ્યાન અચાનક આખા વિસ્તારમાં લાઈટ બંધ થયેલ હતી ટોળું બેકાબુ બનેલ હતું. તેમ સ્થાનીકો તેમજ નજરે જોનારાએ જણાવેલ હતું મોટા કોળી વાડા હનુમાન મંદિરની ગલ્લીમાં રાત પડે એટલે અનેક પ્રકાર જુગાર ખુલ્લેઆમ રમાય છે જયાં મોટી સંખ્યામાં જુગારીઓ રમવા આવે છે કરોડો ના જુગાર રમાય છે જેને કોઈ રોકી શકતું નથી આ ઘટના બનતા સ્થાનીક પોલીસ અધિકારીઓ, સ્ટાફ ઘટના સ્થળે દોડી આવેલ હતો.
જાણવા મળતી વિગત મુજબ એસ.એમ.સી સ્થળ ઉપર થી રોકડ રકમ, મોબાઈલ, જુગારના સાહીત્ય જપ્ત કરેલ હોય રાત્રે ૧૦ થી ૧૦. ૩૦ વાગ્યાની વચ્ચે દરોડો પડેલ હોય તેમાં કોઈપણ જુગારીઓને અટકાયત કરેલ ન હોય તેવું જાણવા મળેલ છે.વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.ઓને બપો૨ે ૧ વાગ્યે ફોન કરતા તેમણે જણાવેલ હતું કે અમારી પાસે કોઈપણ જાતની ફરીયાદ આવેલ નથી ૧૫ કલાક બાદ પણ હજુ સુધી સતાવાર કોઈપણ ફરીયાદ થયેલ નથી.(૨.૧૫)
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
