<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

કચ્છના ભીમાસરમાં ભાડાના મકાન અને દુકાનમાં દરોડા SMCના દરોડા: રૂ. 62.95 લાખનો દારૂ ઝડપાયો

વિદેશી દારૂ અને બિયરની 604 પેટી જપ્ત: દારૂ-બિયરની કુલ 23,729 બોટલો મળી: દારૂના જથ્થા સાથે રામદેવસિંહ દિલુભા વાઘેલા ઝડપાયો

કચ્છના ભીમાસરમાં SMCના દરોડા પડ્યા હતા  આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. 62.95 લાખનો દારૂ ઝડપાયો છે . રાપરના ભીમાસર ગામે ભાડાના મકાન અને દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. વિદેશી દારૂ અને બિયરની 604 પેટી જપ્ત કરવામાં આવી હતી . દારૂ-બિયરની કુલ 23,729 બોટલો મળી આવી હતી . પૃથ્વીરાજસિંહના ભાડાના મકાન અને દુકાનમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી  દારૂના જથ્થા સાથે રામદેવસિંહ દિલુભા વાઘેલા ઝડપાયો હતો . આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે .

(11:26 PM IST)