તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
અમરેલી, રાજૂલા, બોટાદ, ઉમરાળા પંથકમાં વરસાદ
સવારથી સુરત-કામરેજ વિસ્તારમાં જામ્યોઃ ખેડૂતો સર્વત્ર મેઘાની આશામાં

રાજકોટ તા. ૩૦ :.. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં લોકો વરસાદના આગમનની રાહ જોઇ રહ્યા છે. ત્યારે ગઇકાલે અમરેલી, રાજૂલા, બોટાદ, ઉમરાળા પંથકમાં વરસાદ વરસ્યો છે. જયારે આજે સવારે સુરત-કામરેજ વિસ્તારમાં વરસાદ પડયો છે.
સુરતના કામરેજથી કમલેશ મહેતા જણાવે છે કે, કામરેજ વિસ્તારમાં વહેલી સવારથી મેઘરાજાના મંડાણ હાલ છેલ્લા પાંચ કલાકથી વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેડૂતો આમ જનતાના જીવમાં જીવ આવ્યો છે.
આશે ૩ થી ૪ ઇંચ પાણી પડી ગયાનો અંદાજ છે હાલ સતત વરસાદ ચાલુ છે.
રાણપુર વિસ્તારના ગામડાઓમાં ધોધમાર
બોટાદઃ જિલ્લાના રાણપુર પંથકમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાણપુર, ઉમરાળા અને રાણપુર વિસ્તારના ગામડાઓમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.
IMD અને સ્કાયમેટ દ્વારા આગામી ૭૨ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ગાજવીજ અને ૮૦ કિમીની ઝડપે પવનની આગાહી વચ્ચે રાણપુરમાં મેઘરાજાએ જોરદાર આગમન કર્યું છે. ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે ભારે પવન અને વરસાદ વચ્ચે લોકો સલામત સ્થળે આશરો લેતા દેખાય છે
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
