News of Tuesday, 7th July 2026
ઉપલેટાના મોટી પાનેલી માં સતત બીજી રાત્રે વરસાદ ચાલુ ધીમીધારે મેઘરાજા એ વ્હાલ વરસાવ્યું
રવિવારે રાત્રીના વીજળીના જોરદાર કડાકા સાથે મુશળધાર દોઢ ઇંચ વરસાદ પડયો હતો

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી તા.૭: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં મેઘરાજાએ સતત બીજી રાત્રીના વ્હાલ વરસાવતા આજે રાત્રે સાડાદસ વાગ્યાં થી ધીમીધારે ચાલુ થયેલ વીજળીના જોરદાર ચમકારા જોવા મળ્યા ગઈકાલે રવિવારે જોરદાર બેટિગ કરતા રાત્રીના દોઢ વાગે મુશળધાર વરસ્યો ભારે પવન અને ભયાનક વીજળીના ચમકારા સાથે વરસાદ નું જોરદાર આગમન થતા એક કલાક માં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો ચારે બાજુ પાણી પાણી થઇ ગયા હતા પાનેલી તેમજ આસપાસના ગામોમાં ગત ગુરુવાર ના પાંચ થી છ ઇંચ વરસાદ પડ્યો હતો તેમ છતાં અસહ્ય ઉકળાટ અને ગરમી હજુ લોકોને અકળાવે છે રવિવારે રાત્રીના જોરદાર વરસાદ આવતા વાતાવરણ એકદમ ઠંડુ થયું હતું.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
