તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદી અછત
ચોમાસાએ પુરા ગુજરાતને કવર કરી લીધુ પણ : સ્કાયમેટ અનુસાર ૧૦ જુલાઇ પછી દેશના ઘણા રાજયોમાં બ્રેક મોન્સૂન પીરીયડ શરૂ થશે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૮: આઇએમડીના મોન્સૂન મેપમાં ગઇકાલે જ પુરા ગુજરાતનો ચોમાસાએ કવર કરી લીધુ છે. જો કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદી અછત જોવા મળી રહી છે.
સ્કાયમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે ૧૦ જુલાઇ પછી મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા વિસ્તારો-રાજયોમાં બ્રેક મોન્સૂન અર્થાત વરસાદી વિરામ જોવા મળશે. બંગાળની ખાડીમાં વધુ એક સીસ્ટમ ઉદભવશે તેવું પણ મહેશ પલાવત જણાવે છે.
આઇ એમડીના ટેનડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં આગામી દસ દિવસ સુધી ગુજરાતમાં મધ્યમ કે ભારે તો નહીં પણ હળવા વરસાદી માહોલની સંભાવના રહે તેવું દર્શાવાયેલુ જોવા મળે છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
