<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ભાવનગર મહુવા પંથકના બગદાણા ગામમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો

બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી માહોલ જામ્યો

ભાવનગર મહુવા પંથકના બગદાણા ગામમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હાલ માત્ર બગદાણા ગામમાં જ વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કે સમગ્ર જિલ્લામાં મેઘરાજા મહેર થાય.

(8:51 PM IST)