<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ઉત્તર-મધ્‍ય ગુજરાતમાં આજે વરસાદની આગાહી

ચોમાસુ ધરી અને સિસ્‍ટમના સંયોજનથી ગાજવીજ સાથે વરસાદની શુભ શરૂઆત, રાજસ્‍થાન બોર્ડરના વિસ્‍તારોમાં પણ સારા વરસાદની પૂરેપૂરી સંભાવના

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૩૦: ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્‍યું છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવી ગયો છે. મધ્‍ય ભારત પર સક્રિય સિસ્‍ટમ હવે ગુજરાતના કિનારે પહોંચી ગઈ છે.

ગોધરા, બગોદરા સહિત મધ્‍ય ગુજરાતના અનેક વિસ્‍તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્‍યમ વરસાદ શરૂ થઈ ગયો છે. રસ્‍તાઓ ભીના થઈ ગયા છે અને ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે.

હવામાન નિષ્‍ણાતોના જણાવ્‍યા મુજબ ચોમાસુ ધરી અને ડીપ ડિપ્રેશન સિસ્‍ટમ ના સંયોજનના કારણે ગુજરાત રિજિયન તરફ ભેજવાળા પવનો ધસી રહ્યા છે. જેના કારણે ગાજવીજ સાથે વરસાદની શુભ શરૂઆત થઈ છે.

આજે ઉત્તર અને મધ્‍ય ગુજરાત તેમજ રાજસ્‍થાનના બોર્ડર લાગુ વિસ્‍તારોમાં સારા વરસાદની પૂરેપૂરી સંભાવના છે. ખાસ કરીને મધ્‍ય ગુજરાતના ગોધરા, બગોદરા, અમદાવાદ, ખેડા, આણંદ,ઉત્તર ગુજરાતના  મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ,ઉત્તર-પૂર્વ સૌરાષ્ટ્રના સુરેન્‍દ્રનગર, બોટાદ આ વિસ્‍તારોમાં ગાજવીજ સાથે ભારે થી અતિ ભારે વરસાદના એક-બે રાઉન્‍ડ આવી શકે છે. સિસ્‍ટમ આગળ વધતા સૌરાષ્ટ્ર અને કચ્‍છ તરફ પણ વરસાદનું જોર વધશે. ખેડૂતોને વાવણી માટે સારો વરસાદ મળવાની આશા છે.

(10:33 AM IST)