તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
કચ્છના અંજાર, ભુજ, માંડવી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ :નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ
રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

કચ્છ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અંજાર, ભુજ, માંડવી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અચાનક વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે. જોકે, ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદની આગાહીને પગલે કચ્છમાં વરસાદનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
