<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ઉના અને ગીર ગઢડા પંથકમાં મીની વાવાઝોડા સાથે વરસાદઃ ધોકડવામાં વિજળી ત્રાટકી

કેટલીક જગ્‍યાએ ભારે પવનમાં વૃક્ષો પડી ગયાઃ બગીચામાં કેરીઓ ખરી પડીઃ જાનહાનિ નથી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૭ :.. ઉના અને ગીર ગઢડા શહેર - ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગઇકાલે બપોર બાદ મીની વાવાઝોડા જેવો ભારે પવન ફુંકાયો હતો. ધોકડવામાં વીજ ટ્રાન્‍સફોર્મર ઉપર વિજળી ત્રાટકી હતી. જેનાથી જાનહાનિ થઇ નથી. કેટલીક જગ્‍યાએ પવનમાં વૃક્ષો પડી ગયા હતા. કેરીના બગીચામાં ઝાડમાંથી કેરી ખરી પડી હતી.

દક્ષિણ પヘમિ તરફના ભેજવાળા પવન ને લીધે વાતાવરણ માં ફેરફાર થયો હોય ગઈ કાલે તુલસી શ્‍યામ અને આજુ બાજુ ના વિસ્‍તાર માં ભારે પવન સાથે વરસાદ વરસી ગયો હતો.  ઊના શહેર અને તાલુકા માં તેમજ ગીર ગઢડા તાલુકામાં  ભારે પવન ફૂંકાયો હતો મીની વાવા ઝોડુ ફૂંકાયું હતું ત્‍યાર બાદ ગીર ગઢડા તાલુકાના વાજડી, ધોકડવા, બેડીયા, મોતીસર, હરમડિયા , પીછવી , એભલ વડ, બાબરીયા, થોરડી, વિગેરે ગામો માં કલાક સુધી ધોધ માર વરસાદ વરસ્‍યો હતો. રોડ ઉપર પાણી વહેવા લાગ્‍યા હતા.

ભારે પવન થી વળક્ષો પડી ગયા હતા, અને આ વિસ્‍તાર કેસર કેરીના આંબાનો ગઢ ગણાય છે. આંબા ના ઝાડ ઉપર ની કેરી ખરી ગઈ હતી અને ખેડૂતો ને મોટી નુકશાની થશે. ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે બાય પાસ એક ટ્રાન્‍સફર ઉપર વીજળી પડતાં મોટો ધડાકો થયો હતો અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.

ઊનામા પણ ભારે પવન ને કારણે એક કલાક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેમજ ઊના તાલુકાના નવાબંદર ગામે પણ ભારે પવન સાથે વરસાદ વરસ્‍યો હતો. સુકવેલ મચ્‍છી ઉપર વરસાદ વરસતા નુકશાની ની ભીતિ સેવાઈ રહી છે.

(11:20 AM IST)