News of Sunday, 13th September 2026
રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર ચોટીલા સહિત સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ સ્થળોએ વરસાદ

રાજકોટમાં સવારે ૪.૪૦ વાગ્યે ધીમીધારે વરસાદ ચાલુ હતો.. આકાશ એકરસ બની ગયું છે. સૌરાષ્ટ્રના સંખ્યાબંધ વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાના વાવડ મળે છે.. વહેલી સવારે ચાર વાગ્યાની ઈનસેટ તસવીરમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉપર વાદળાઓ ભરપૂર છવાયેલા જોવા મળે છે.
રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા અને આસપાસના વિસ્તારોમાં પણ મોડી રાતથી વરસાદ ચાલુ હતો.
સૌરાષ્ટ્રના મહુવા પંથકમાં પણ અત્યારે વહેલી સવારે વરસાદ ચાલુ..
ભાવનગરમાં લાંબા સમયના વિરામ બાદ રાત્રે વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ. કણબીવાડ અને શિવાજી સર્કલ વિસ્તારમાં વરસાદ. નિલમબાગ, ડોન ચોક અને આતાભાઈ ચોકમાં વરસાદ. વાઘાવાડી રોડ સહિત સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ
વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી..
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
