<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

આગાહી વચ્‍ચે કચ્‍છમાં વરસાદની જોવાતી રાહઃ શુકન પૂરતો પૂર્વ કચ્‍છમાં અડધાથી બે ઇંચ વરસ્‍યો

રાપર બે ઇંચ, ભચાઉ એક, ગાંધીધામ અડધો ઇંચ, અન્‍યત્ર ઘાસચારાના અભાવે પશુઓની સ્‍થિતિ કફોડી, ખેડૂતોની પણ આકાશ તરફ મીટ

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪: દક્ષિણ ગુજરાત ઉપર ઓળઘોળ થયેલા મેઘરાજાની કચ્‍છમાં આતુરતાપૂર્વક લોકો રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેંચાઈ જતા પશુઓની હાલત કફોડી છે. સીમમાં ઘાસ નથી. ખાનગી ઘાસચારાના ભાવ આસમાને છે.

સરકાર દ્વારા ઘાસ આપવાની જાહેરાત પછી પણ ૬ દિવસ થયા હજી ઘાસ આપવાની વ્‍યવસ્‍થા ગોઠવાઈ નથી. ખેડૂતો પણ ભારે આશા સાથે આકાશ ભણી મીટ માંડી બેઠા છે પણ મેઘરાજા હજી રીઝતા નથી.  એક માત્ર વાગડ પંથકમાં રાપરમાં બે ઇંચ, ભચાઉમાં એક ઇંચ અને ગાંધીધામમાં ઝરમર ઝરમર સાથે અડધો ઇંચ વરસાદ છે. જે સારા શુકન પછી જિલ્લાના અન્‍ય ૭ તાલુકાઓમાં લોકો કાગ ડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે. (તસ્‍વીરઃ મુકેશ રાજગોર, રાપર)

(1:16 PM IST)